News of Monday, 6th April 2026
તમારા ફ્રિજમાં 'દુર્ગંધ'નું સામ્રાજ્ય? રેફ્રિજરેટર સાફ કરવાની આ રહી રામબાણ રીત, ખોરાક રહેશે લાંબો સમય ફ્રેશ
વાસ મારતા ફ્રિજથી છુટકારો મેળવવા ફોલો કરો આ સ્ટેપ્સ: બજારના કેમિકલ છોડો અને ઘરગથ્થુ નુસખા અપનાવો: શું તમારું ફ્રિજ પણ બીમારીઓનું ઘર બની રહ્યું છે?

નવી દિલ્હી: રસોડાનું સૌથી મહત્વનું સાધન એટલે રેફ્રિજરેટર, પરંતુ જો તેની સફાઈમાં બેદરકારી રાખવામાં આવે તો તે બેક્ટેરિયાનું ઘર બની શકે છે. ફ્રિજમાંથી આવતી વિચિત્ર વાસ ખોરાકને પણ બગાડે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દર ૧૫ દિવસે ફ્રિજની ઊંડી સફાઈ અનિવાર્ય છે. ગૃહિણીઓ માટે આ રહી કેટલીક ખાસ ટિપ્સ જે તમારા ફ્રિજને નવા જેવું ચમકાવશે અને ખોરાકને લાંબો સમય તાજો રાખશે.
સફેદ વિનેગર
ફ્રિજની સફાઈ માટે સફેદ વિનેગર(White Vinegar) સૌથી ઉત્તમ વિકલ્પ છે. વિનેગરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગંદકી અને ચીકાશને મિનિટોમાં દૂર કરે છે. આ માટે પાણીમાં થોડું વિનેગર ભેળવી સ્પંજની મદદથી ફ્રિજના ખૂણેખૂણા સાફ કરી શકાય છે. તે ડાઘ દૂર કરવાની સાથે બદબૂ પણ મટાડે છે.
બેકિંગ સોડા
તેવી જ રીતે, બેકિંગ સોડાનો ઉપયોગ પણ ખૂબ અસરકારક છે. બેકિંગ સોડાને નવશેકા પાણીમાં લીંબુના રસ અને વિનેગર સાથે ભેળવીને તેનાથી ફ્રિજની દીવાલો અને શેલ્ફ સાફ કરવાથી જીદ્દી ડાઘા સરળતાથી નીકળી જાય છે.
લીંબુ
ફ્રિજમાં તાજગી જાળવી રાખવા માટે લીંબુ કુદરતી ડિઓડોરાઈઝર તરીકે કામ કરે છે. ફ્રિજમાં લીંબુનો રસ અથવા તેના ટુકડા રાખવાથી તે ફ્રેશ રહે છે.
બ્રેડનો ટુકડો
એક અનોખી ટિપ્સ મુજબ, બ્રેડનો ટુકડો ફ્રિજમાં રાખવાથી તે અંદરની ભેજ અને બદબૂને શોષી લે છે. આ ઉપરાંત, સફાઈ કરતા પહેલા ફ્રિજમાં રાખેલી બગડેલી વસ્તુઓને તરત બહાર ફેંકી દેવી જોઈએ, કારણ કે તે જ દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે.
ફ્રિજ સાફ કર્યા પછી તેને કોરા કપડાથી લૂછીને તેમાં અડધું કાપેલું લીંબુ અથવા બેકિંગ સોડા ભરેલો વાટકો રાખવાથી લાંબા સમય સુધી સુગંધિત તાજગી જળવાઈ રહે છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
