તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ઈરાનનો 'તેલ અવીવ' પર વિધ્વંસક પ્રહારનો સંકેત: 'લેબેનોન પર હુમલા બંધ કરો: નહી તો ઈઝરાયલનું અસ્તિત્વ ભૂંસાઈ જશે': તેહરાનનો સીધો પડકાર
ઈઝરાયલના અણુ મથકો અને શહેરો ઈરાની મિસાઈલોના નિશાને? 'નેતન્યાહૂ' ને હટાવવાની ગર્જના સાથે ઈરાને આપી લોહીની હોળી ખેલવાની ધમકી:શું મિડલ ઈસ્ટમાં તબાહીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું? અમેરિકાના જીવ અધ્ધર

નવી દિલ્હી: વિશ્વ હવે ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હોય તેમ લાગે છે. ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી આપતા ઈઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો લેબેનોન અને હિઝબુલ્લાહ પરના હુમલા તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો ઈઝરાયલનું પાટનગર 'તેલ અવીવ' સુરક્ષિત રહેશે નહીં. ઈરાની સેનાના વડાઓએ સંકેત આપ્યો છે કે તેમની હજારો બેલેસ્ટિક મિસાઈલો તેલ અવીવના રહેણાંક અને સૈન્ય વિસ્તારો પર ત્રાટકવા માટે તૈયાર છે. ઈરાનની આ ગર્જના બાદ ઈઝરાયલમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો બંકરોમાં ભરાઈ ગયા છે. શું નેતન્યાહૂ પીછેહઠ કરશે કે પછી ઈરાન સીધો જંગ છેડશે?
યુદ્ધવિરામ અંગે ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું છે, પરંતુ તે લેબેનોન પર લાગુ થતું નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધના હુમલા બે સપ્તાહ સુધી અટકાવવાનો નિર્ણય લીધો છે, જેનું ઈઝરાયલ સમર્થન કરે છે. યુદ્ધવિરામમાં શરત મૂકાઈ છે કે, ઈરાન તાત્કાલીક હોર્મુઝ જળમાર્ગ ખોલે અને અમેરિકા, ઈઝરાયલ સહિત પરના હુમલા પણ અટકાવી દે.’ બીજીતરફ ઈઝરાયલી સેનાએ કહ્યું કે, અમારી સેના યુદ્ધમાં પણ લેબેનોનના લશ્કરી દળ હિઝબુલ્લા વિરુદ્ધ લડાઈ અને જમીન પરની કાર્યવાહી ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે કડક ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરી છે કે, તેઓ ઈરાન પરના બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. આ નિર્ણયને વ્યાપક યુદ્ધવિરામ તરફનું પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલી દેવાનો અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને સ્વિકારી લીધા બાદ યુદ્ધવિરામની જાહેરાત કરાઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ કહ્યું છે કે, જો ઈરાન પર હુમલા બંધ થશે તો તહેરાન પણ સૈન્ય કાર્યવાહી અટકાવી દેશે. યુદ્ધમાં હિઝબુલ્લાએ ઈરાનને સાથ આપ્યો છે. ત્યારે ઈરાને એવું પણ કહ્યું કે, ઈઝરાયેલે પણ હિઝબુલ્લા વિરુદ્ધના હુમલા રોકવા પડશે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
