હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પના 'વોર પ્લાન' પર બ્રેક! ઈરાન પર હુમલો કરતા પહેલા સંસદની મંજૂરી ફરજિયાત:અમેરિકી સદનમાં રાષ્ટ્રપતિના પાવર પર કાતર ફેરવવાની તૈયારી
વ્હાઈટ હાઉસમાં ખળભળાટ: ટ્રમ્પના તેવરથી દુનિયા પર યુદ્ધનું જોખમ વધતા સેનેટરો એક્શનમાં:ઈરાન સાથે સીધી ટક્કર લેતા પહેલા લેવી પડશે પરવાનગી: શું ટ્રમ્પના વિરોધ વચ્ચે આ પ્રસ્તાવ પાસ થશે? ત્રીજા વિશ્વયુદ્ધને રોકવા માટે અમેરિકી લોકશાહીનો મોટો દાવ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મોટું લશ્કરી પગલું ભરે તે પહેલા જ તેમની શક્તિઓ પર લગામ કસવાની કવાયત તેજ થઈ છે. અમેરિકી સંસદમાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે, જે મુજબ ઈરાન સામે કોઈપણ પ્રકારના સૈન્ય હુમલા કે યુદ્ધની જાહેરાત કરતા પહેલા રાષ્ટ્રપતિએ સંસદની સત્તાવાર મંજૂરી લેવી પડશે. ટ્રમ્પની 'પહેલા હુમલો, પછી વિચાર' વાળી નીતિથી ડરેલા સાંસદોએ હવે લોકશાહીના માધ્યમથી તેમના પર અંકુશ મૂકવા કમર કસી છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય, તો ટ્રમ્પ ઈચ્છે તો પણ એકપક્ષીય રીતે ઈરાન સામે યુદ્ધના નગારા વગાડી શકશે નહીં.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને કારણે આ વિવાદ વધુ વકર્યો છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી કે જો તેઓ સમુદ્રી માર્ગ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનનો સંપૂર્ણ વિનાશ કરી દેશે. ટ્રમ્પના આવા ઉશ્કેરણીજનક નિવેદનોથી વિશ્વભરમાં ગભરાટ ફેલાયો હતો અને વિરોધ પક્ષોએ તેમની ભારે ટીકા કરી હતી. જોકે, ટ્રમ્પે અંતિમ સમયે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત તો કરી, પરંતુ વિપક્ષી સાંસદો હવે એવું ઈચ્છે છે કે ટ્રમ્પ ભવિષ્યમાં પોતાની મરજીથી આવી કોઈ ખતરનાક નીતિ કે યુદ્ધના નિર્ણયો ન લઈ શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ.
અમેરિકન બંધારણ મુજબ, યુદ્ધ જાહેર કરવાનો અધિકાર સંસદ પાસે છે, પરંતુ પ્રમુખ ઘણીવાર તાત્કાલિક જોખમ અથવા ટૂંકા ગાળાની કાર્યવાહીના બહાને આ નિયમનો ભંગ કરીને પોતાની રીતે સૈન્ય નિર્ણયો લેતા હોય છે. ટ્રમ્પ આ જ છટકબારીનો ઉપયોગ કરીને લાંબા સમયથી જંગ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે પણ ટ્રમ્પના આ વલણને 'બેજવાબદાર' ગણાવીને યુદ્ધની સત્તા મર્યાદિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટીનું સામાન્ય બહુમતી ધરાવતું ગૃહ આ પ્રસ્તાવને પસાર થવા દે છે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
