હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૂગલનો નવો જાદુ: હવે ટાઈપિંગ ભૂલી જાવ:તમે બોલશો ને AI ફટાફટ લખશે:ટેક જાયન્ટે લોન્ચ કરી અત્યાધુનિક 'AI ડિક્ટેશન એપ'
કી-બોર્ડની હવે જરૂર નથી: અવાજ સાંભળતા જ એઆઈ સેકન્ડોમાં કરી દેશે લખાણ: ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં કમાન્ડ સમજશે: ઓફિસના કામથી લઈને ચેટિંગ સુધી બધે જ 'બોલબાલા':શું આ એપથી ટાઈપિસ્ટોની નોકરી પર જોખમ આવશે? ટેક વર્લ્ડમાં ગૂગલના નવા ઈનોવેશનથી હલચલ

નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. કંપનીએ ખાસ 'AI ડિક્ટેશન એપ' લોન્ચ કરી છે, જે યુઝર્સના અવાજને અત્યંત ચોકસાઈથી લખાણમાં રૂપાંતરિત કરશે. આ એપ માત્ર અવાજ જ નહીં, પણ યુઝરના બોલવાના લહેકા અને લાગણીઓને પણ સમજી શકશે. ખાસ વાત એ છે કે, આ એપ પ્રાદેશિક ભાષાઓમાં પણ એટલી જ સચોટ રીતે કામ કરશે. મીટિંગની નોટ્સ બનાવવી હોય કે લાંબા ઈમેલ લખવા હોય, હવે માત્ર બોલવાથી જ કામ પૂરું થઈ જશે. ગૂગલના આ નવા ટૂલથી સ્માર્ટફોન અને કમ્પ્યુટર વાપરવાની રીત બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
ટેક જાયન્ટ ગૂગલે એઆઈ આધારિત ડિક્ટેશન એપ ગૂગલ એઆઈ એડ્જ ઈલેક્વન્ટ લોન્ચ કરી છે. આ એપ હાલ માત્ર આઈફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તેને ભવિષ્યમાં એન્ડ્રોઈડ પર લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ એપને સોફ્ટ લોન્ચ એટલે કે, કોઈપણ મોટી જાહેરાત વગર રિલીઝ કરી છે.
આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઓફલાઇન-ફર્સ્ટ હોવાથી એકવાર એપમાં એઆઈ મોડલ ડાઉનલોડ થઈ જાય પછી યુઝર ઈન્ટરનેટ વગર પણ બોલીને લખાણ બનાવી શકે છે. તેના કારણે કામ ઝડપથી થાય છે અને પર્સનલ ડેટા પણ ફોનમાં જ રહે છે. જેને પ્રાઇવસી માટે સારું માનવામાં આવે છે.
આ એપ સામાન્ય વોઈસ-ટુ-ટેક્સ્ટ ટૂલથી વધુ એડવાન્સ છે. તે બોલવામાં આવતા 'ઉમ', 'અહ' જેવા 'ફીલર' શબ્દોને આપમેળે દૂર કરી દે છે. આ સાથે જ તે સાફ, વાંચવા યોગ્ય લખાણ આપે છે.
યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે લખાણને ટૂંકું, લાંબું અથવા ફોર્મલ સ્ટાઈલમાં પણ બદલી શકે છે.
તેમાં ટ્રાન્સક્રિપ્શન હિસ્ટ્રી, શબ્દોની ગણતરી અને બોલવાની ઝડપ માપવા જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
