News of Friday, 10th April 2026
મિડલ ઈસ્ટમાં શાંતિના ચિથરા ઉડ્યા: સીઝફાયરનો ફિયાસ્કો થતાં જ લેબેનોનમાં ભયાનક નરસંહાર:આખેઆખું ગામ કાટમાળના ઢગલામાં ફેરવાયું
યુદ્ધનો ખૌફનાક મંજર: જવાબમાં હિઝબુલ્લાહના ઈઝરાયેલ પર ધડાધડ મિસાઈલ હુમલા:આકાશમાંથી વરસી રહી છે 'મોતની વર્ષા'! શું આ ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક છે? રશિયા-ઈરાન પણ હવે મેદાનમાં આવે તેવી શક્યતા: માનવતા મરી પરવારી અને ચારેબાજુ માત્ર રાખ અને રુદન

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સીઝફાયરની તમામ કોશિશો નિષ્ફળ સાબિત થઈ છે અને યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. લેબેનોનના સરહદી વિસ્તારમાં થયેલા પ્રચંડ હુમલામાં એક આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું છે, જ્યાં જુઓ ત્યાં માત્ર કાટમાળ અને લાશોના ઢગલા દેખાઈ રહ્યા છે. આ હુમલાના વળતા જવાબમાં હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડીને આતંક મચાવી દીધો છે. ઈઝરાયેલના અનેક શહેરોમાં સાયરનો ગુંજી ઉઠી છે અને લોકો બંકરોમાં છુપાઈ જવા મજબૂર બન્યા છે. અમેરિકાની પકડ ઢીલી પડતા જ બંને પક્ષો હવે આરપારના જંગના મૂડમાં છે, જેના કારણે લાખો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઈફા શહેર પર 'એડવાન્સ્ડ મિસાઈલો' વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહ્યા હતા, પરંતુ દુશ્મન દેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લેબેનોનના બિંત જબૈલ શહેરમાં પણ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ દાગવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.બીજી તરફ, હિઝબુલ્લાહના આ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં એર રેડ સાયરન વાગ્યા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઈઝરાયલની ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું છે કે તેઓ ઉત્તરી ઈઝરાયલ પર થયેલા આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વધતા તણાવને કારણે લેબેનોન અને ઈઝરાયલની સરહદ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
