તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ઉનાળામાં એસી (AC) વાપરો બિન્દાસ્ત, છતાં બિલ આવશે સાવ ઓછું: લાઈટ બિલના ટેન્શનમાંથી મુક્તિ અપાવતી 8 જાદુઈ ટિપ્સ
વીજળી કંપનીને લાગશે જોરદાર ફટકો: એસી પણ ચાલશે અને ખિસ્સા પણ ભરાયેલા રહેશે:ઉનાળાની ગરમીમાં પણ ઠંડક સાથે બચતનો ડબલ ડોઝ: જાણો કેવી રીતે સામાન્ય ફેરફાર કરીને તમે હજારો રૂપિયા બચાવી શકો છો: સ્માર્ટ લોકોએ અપનાવી લીધો છે આ નુસખો:શું તમે હજુ પણ જૂની રીતે એસી વાપરીને પૈસા વેડફી રહ્યા છો?

નવી દિલ્હી ગુજરાતમાં ઉનાળો હવે આકરો બની રહ્યો છે અને ઘરે-ઘરે એસી ચાલુ થઈ ગયા છે. સામાન્ય રીતે એસી વાપરવાથી લાઈટ બિલ બમણું-ત્રણગણું થઈ જતું હોય છે, પરંતુ જો થોડી સમજદારી વાપરવામાં આવે તો આ બિલમાં 30% થી 40% સુધીનો ઘટાડો કરી શકાય છે. નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલી 8 બેસ્ટ ટિપ્સ નીચે મુજબ છે:
24 ડિગ્રીનું મેજિક: એસીને હંમેશા 24°C પર ચલાવો. આ તાપમાન માનવ શરીર માટે શ્રેષ્ઠ છે અને વીજળી પણ ઓછી વાપરે છે.
પંખાનો સાથ: એસી સાથે છતનો પંખો ચાલુ રાખો, જેથી ઠંડી હવા આખા રૂમમાં ઝડપથી ફેલાય.
ફિલ્ટરની સફાઈ: દર 15 દિવસે એસીના ફિલ્ટર સાફ કરો, ગંદા ફિલ્ટરથી એસી પર લોડ વધે છે અને બિલ વધારે આવે છે.
બારી-બારણાં સીલ: રૂમમાં ક્યાંયથી પણ ગરમ હવા અંદર ન આવે તેનું ધ્યાન રાખો, પડદા બંધ રાખો જેથી સૂર્યપ્રકાશ રૂમને ગરમ ન કરે.
સ્લીપ મોડનો ઉપયોગ: રાત્રે સ્લીપ મોડ ચાલુ રાખો, જે ધીરે ધીરે તાપમાન વધારે છે અને વીજળી બચાવે છે.
જૂના એસીને ટાટા-બાયબાય: જો એસી બહુ જૂનું હોય તો તે વધુ વીજળી ખેંચે છે, ફાઈવ સ્ટાર ઈન્વર્ટર એસી લાંબે ગાળે ફાયદાકારક છે.
સર્વિસિંગમાં આળસ નહીં: ઉનાળો શરૂ થતા પહેલા એસીનું પ્રોપર સર્વિસિંગ કરાવો જેથી કમ્પ્રેસર સ્મૂધ ચાલે.
ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બંધ રાખો: રૂમમાં ચાલતા ટીવી, કોમ્પ્યુટર કે વધુ પડતા બલ્બ ગરમી પેદા કરે છે, જેનાથી એસીને વધુ મહેનત કરવી પડે છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
