<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સાવધાન! યુવાનોમાં 'પાર્કિન્સન'નો ખતરો વધ્યો: ૫૦ની વયે આવતી બીમારી હવે ૨૫-૩૦ના યુવાનોને પણ થરથરાવે છે: કારણ જાણી ચોંકી જશો

સ્ટ્રેસ અને ડિજિટલ લાઈફસ્ટાઈલ બની જીવલેણ: હાથ-પગ ધ્રૂજવા અને યાદશક્તિ ગુમાવવી હવે માત્ર ઘરડાઓના લક્ષણ નથી:યુવા પેઢી પર પાર્કિન્સનનું ગ્રહણ: શું તમારો વધતો જતો તણાવ તમને અપંગતા તરફ ધકેલી રહ્યો છે? ડોક્ટરોની ગંભીર ચેતવણી: વડોદરા-અમદાવાદ સહિતના શહેરોમાં કેસોમાં ચિંતાજનક ઉછાળો:હવે દવા નહીં, જીવનશૈલી બદલવી પડશે

નવી દિલ્હી: મેડિકલ સાયન્સમાં અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. જે 'પાર્કિન્સન' બીમારી સામાન્ય રીતે ૬૦ કે ૭૦ વર્ષની ઉંમરે જોવા મળતી હતી, તેના લક્ષણો હવે ૪૦ અને ૫૦ વર્ષની વયના લોકોમાં, અને અમુક કિસ્સામાં તો યુવાનોમાં પણ જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે સતત વધતો જતો માનસિક તણાવ (Stress), પૂરતી ઊંઘનો અભાવ અને કેમિકલયુક્ત ખાનપાન મગજના કોષોને નબળા પાડી રહ્યા છે. આ બીમારીમાં મગજ ડોપામાઈન નામનું કેમિકલ બનાવવાનું ઓછું કરી દે છે, જેના કારણે શરીરમાં કંપારી, ચાલવામાં તકલીફ અને જડતા આવી જાય છે. જો સમયસર ધ્યાન રાખવામાં ન આવે, તો આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
દર વર્ષે 11 એપ્રિલની ઉજવણી 'વર્લ્ડ પાર્કિન્સન ડે' તરીકે કરવામાં આવે છે. ડૉ. જેમ્સ પાર્કિન્સને 1817માં સૌપ્રથમ આ રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી. તેથી આ રોગ તેમના નામે ઓળખાય છે. ડૉક્ટરોના મતે પાર્કિન્સન ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું મગજનું રસાયણ ડોપામાઈનને રીલિઝ કરતા મગજના કોષો અમુક કારણોસર નાશ પામવાથી આ રોગનાં લક્ષણો જણાય છે.
ડૉક્ટરોના મતે, પાર્કિન્સનમાં રોગની તીવ્રતા તેમજ આગળ વધવાની ગતિ દરેક દર્દી મુજબ અલગ હોય છે. રોગના લક્ષણોની શરૂઆત મોટાભાગે શરીરની એક બાજુ - જમણા કે ડાબા અંગથી થાય છે. અમુક દર્દીઓમાં આગળ જતાં થોડા વર્ષોમાં તે બંને અંગોમાં પ્રસરે છે. તબીબી દ્રષ્ટિએ આ રોગને જુદી જુદી 5 અવસ્થામાં વહેંચી શકાય છે. શરૂઆતનો પ્રાથમિક તબક્કો સ્ટેજ-1 તરીકે જ્યારે આગળ વધેલો તબક્કો સ્ટેજ-5 ગણાય છે.
ઉંમરના અમુક તબક્કે યોગ્ય ડાયેટ કરવામાં આવે અને પૌષ્ટિક ખોરાક લેવાથી પાર્કિન્સનને થવાથી અટકાવી શકાય છે. પાર્કિન્સન વાયુથી થતો રોગ છે અને તેની દવા છે. પરંતુ તેમાં સાઈડ ઈફેક્ટ હોય છે.

 

(6:08 PM IST)