<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ભારતમાં જે કબાડ છે એ વિદેશોમાં છે ફેશન

બેલેન્‍સિએગાનો આ ડ્રેસ ૮૯૦૦ ડોલર એટલે કે લગભગ ૭.૫ લાખ રૂપિયાથી વધુની કિંમતનો છે. આવી ફેશન પર હસવું કે રડવું?

લંડન,તા.૧૩: લક્‍ઝરી ફેશનબ્રેન્‍ડ બેલેન્‍સિએગાએ ફરી એક વાર ક્રીએટિવિટીના નામે ઇન્‍ટરનેટ પર ચર્ચા જગાવી છે. આ વખતે કંપનીએ શિપિગ બોક્‍સ એટલે કે કાર્ડબોર્ડ બોક્‍સનો ડ્રેસ તૈયાર કર્યો છે. આ ડ્રેસ જોઈને લાગે છે કે મોડલોએ ઍમેઝોન કે ફિલપકાર્ટ જેવા ઑનલાઇન શોપિગમાં આવતાં બોક્‍સને કાપીને શરીરે પહેરી લીધાં છે. આપણે આ કાર્ડબોર્ડ બોક્‍સને ફેંકી દઈએ છીએ અથવા તો રીસાઇકલ કરવા વેચીને દસ-વીસ રૂપિયા કમાઈ લઈએ છીએ, પણ બેલેન્‍સિએગાનો આ ડ્રેસ ૮૯૦૦ ડોલર એટલે કે લગભગ ૭.૫ લાખ રૂપિયાથી વધુની કિમતનો છે. આવી ફેશન પર હસવું કે રડવું?

(10:02 AM IST)