<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ઈરાનનો અમેરિકાને 'સીધો પડકાર': તાનાશાહી છોડો તો જ ડીલ થશે:શાંતિ મંત્રણાના ફીસડદ્યા બાદ મધ્ય-પૂર્વમાં યુદ્ધના નગારા વાગ્યા

બાયડન પ્રશાસનને અરીસો બતાવતું તેહરાન: 'અમેરિકાની દાદાગીરી હવે નહીં ચાલે': પરમાણુ ડીલ પર લટકતી તલવાર:શાંતિની વાતો વચ્ચે પ્રતિબંધોનો ખેલ ખેલતા અમેરિકા સામે ઈરાન લાલચોળ

નવી દિલ્હી: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ગજગ્રાહ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. તાજેતરમાં યોજાયેલી શાંતિ મંત્રણાઓ કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહ્યા બાદ ઈરાને અમેરિકાને રોકડું પરખાવી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અમેરિકા પોતાની 'તાનાશાહી' અને એકતરફી પ્રતિબંધો લાદવાની નીતિ નહીં છોડે, તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ડીલ કે સમજૂતી શક્ય નથી.
શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન ગયેલા ઈરાનના પ્રતિનિધિમંડળના નેતા અને સંસદના સ્પીકર ગાલીબાફે દાવો કર્યો છે કે અમેરિકા ફરી એકવાર ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે 'મિનાબ 168' (Minab 168) પ્રતિનિધિમંડળના મનોબળને બિરદાવ્યું હતું. ગાલીબાફના મતે, ઈરાન વાટાઘાટો માટે તૈયાર હતું, પરંતુ અમેરિકાની શરતો અને જૂના અનુભવોને કારણે મડાગાંઠ ઉકેલાઈ શકી નથી.
બીજી તરફ, અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે ડી વેન્સે આ મંત્રણાના નિષ્ફળ જવા બદલ ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. વેન્સે સંકેત આપ્યો છે કે આ નિષ્ફળતાથી ઈરાનને વધુ આર્થિક અને રાજદ્વારી નુકસાન સહન કરવું પડશે. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.

 

(5:39 PM IST)