<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

વિશ્વ ઈરાન-અમેરિકાના યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું: PoKમાં ખેલ કરી નવો 'પ્રાંત' જાહેર કર્યો:દિલ્હીમાં હલચલ

ભારતની લાલ આંખ છતાં ડ્રેગનની નાપાક ચાલ: PoKને પાકિસ્તાનનો હિસ્સો માની ચીને નવો વહીવટી પ્રાંત બનાવ્યો:સીપીઈસી (CPEC) ના નામે કબજો જમાવવાની તૈયારી: શું ડ્રેગન ભારતને બે મોરચે યુદ્ધમાં ખેંચવા માંગે છે? સાઉથ બ્લોકમાં ઈમરજન્સી બેઠકોનો દોર

નવી દિલ્હી : જ્યારે આખી દુનિયાની નજર ઈરાન અને અમેરિકા વચ્ચેના સંભવિત યુદ્ધ પર ટકેલી છે, ત્યારે ભારતની સરહદે એક મોટો ખતરો ઉભો થયો છે. પાકિસ્તાન હસ્તકલા કાશ્મીર (PoK) માં ચીને ભારતની સખત ચેતવણીઓને અવગણીને પોતાનો નવો વહીવટી પ્રાંત બનાવવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાથી દક્ષિણ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે PoK એ ભારતનો અભિન્ન હિસ્સો છે, તેમ છતાં ચીન ત્યાં સતત નિર્માણ કાર્ય અને હવે વહીવટી દખલગીરી વધારી રહ્યું છે.
ચીનના શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત પ્રદેશની સરકારે 26 માર્ચના રોજ 'સેનલિંગ' (Senling) નામની નવી કાઉન્ટીની સ્થાપના કરી છે. આ નવો જિલ્લો કાશગર પ્રશાસન હેઠળ આવશે. મહત્વની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં ચીને આ વિસ્તારમાં બનાવેલો આ ત્રીજો નવો પ્રાંત છે. આ પહેલા ચીને 'હેઆન' અને 'હેકાંગ' નામની બે કાઉન્ટીની જાહેરાત કરી હતી.ભારતે અગાઉ ચીનની આ હરકતો સામે વિરોધ નોંધાવતા સ્પષ્ટ કર્યું હતું કે આ જિલ્લાઓનો કેટલોક હિસ્સો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે. ખાસ કરીને 'હેઆન' કાઉન્ટીમાં વિવાદિત અક્સાઈ ચીનનો મોટો ભાગ સામેલ છે, જે ભારતનો અભિન્ન હિસ્સો છે.
વખાન કોરિડોર: સેનલિંગ જિલ્લો અફઘાનિસ્તાનના સાંકડા વખાન કોરિડોર સાથે જોડાયેલો છે, જે 74 કિમી લાંબી પટ્ટી છે.
આતંકવાદ વિરોધી બહાનું: ચીનનો દાવો છે કે ઉઇગર લડવૈયાઓની ઘૂસણખોરી રોકવા અને સરહદી સુરક્ષા વધારવા માટે આ વહીવટી ફેરફાર કરાયા છે.

 

(5:40 PM IST)