<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ડ્રેગનનો નવો ધડાકો: ચીનમાં શરૂ થયું અનોખું 'ગોલ્ડ ATM': સોનું જમા કરાવો અને માત્ર ૩૦ મિનિટમાં રોકડા રૂપિયા મેળવો

હવે સોનું વેચવા માટે ઝવેરી પાસે જવાની જરૂર નથી: એટીએમ મશીન જ સોનાની શુદ્ધતા તપાસશે અને તુરંત બેંક ખાતામાં નાણાં જમા કરી દેશે: પૈસાની તાતી જરૂરિયાત હોય ત્યારે આ મશીન બનશે 'આશીર્વાદ':ટેકનોલોજીની દુનિયામાં ચીનનો વધુ એક ચમત્કાર: શું ભારતમાં પણ આવા મશીનો આવશે? લોકોમાં ભારે કુતૂહલ

નવી દિલ્હી: આર્થિક કટોકટી કે ઈમરજન્સીના સમયે સોનું હંમેશા કામ આવે છે, પણ તેને વેચવા કે ગીરવે મૂકવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હોય છે. ચીને આ સમસ્યાનો તોડ કાઢતા હવે એવું 'ગોલ્ડ રીસાયકલિંગ એટીએમ' લોન્ચ કર્યું છે જે મિનિટોમાં સોનાના બદલે રોકડ આપે છે. આ મશીન ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમને અચાનક નાણાંની જરૂર ઊભી થાય છે.
જે વીડિયો વાયરલ થયો છે તેમાં લોકો એટીએમમાં સોનું નાખતા દેખાય છે, જેવુ સોનું અંદર જાય કે તરત જ તે પીગળી જાય છે, પીગળી જવાને કારણે તેની શુદ્ધતાનો ખ્યાલ આવી જાય છે. શુદ્ધતાના આધારે સોનાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને તે મુજબ વ્યક્તિના ખાતામાં ૩૦ જ મિનિટમાં નાણા જમા થઇ જાય છે. કિંગહૂડ ગુ્રપ સંચાલિત આ એટીએમમાં ત્રણ ગ્રામથી વધુ અને ઓછામાં ઓછા ૫૦ ટકા શુદ્ધતાવાળા સોનાનો સ્વીકાર કરવામાં આવે છે.
સોનાની વધી રહેલી કિંમતોને કારણે લોકો પોતાનું જુનુ સોનું આ મશીનની મદદથી વેચવા લાગ્યા છે. લોકોને મશીન એટલુ પસંદ આવી રહ્યું છે કે તેઓ એડવાંસમાં બૂકિંગ કરાવવા લાગ્યા છે. જેને કારણે રિપોર્ટ મુજબ મે મહિના સુધીનું બૂકિંગ થઇ ચુક્યું છે. એક ડેમો મુજબ આશરે ૪૦ ગ્રામની સોનાની ચેનના બદલામાં ૭૮૫ યુઆન એટલે કે ૯૨૦૦ રૂપિયા પ્રતિગ્રામ મળ્યા છે. કુલ મળીને ૩૬૦૦૦ યુઆન એટલે કે ૪.૨ લાખ રૂપિયા સીધા બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવ્યા હતા. આ મશીન રિસાઇકલિંગ તરીકે પણ કામ કરી રહ્યા છે. આ એટીએમ વધુ સુરક્ષીત પણ બનાવવામાં આવ્યા છે.   

 

(5:41 PM IST)