<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

નાઈજીરિયામાં 'મોતના તાંડવ' જેવી એરસ્ટ્રાઈક: આતંકીઓના બદલે માર્કેટ પર વરસ્યા બોમ્બ:૨૦૦ લોકોના કમકમાટીભર્યા મોતથી દુનિયા સ્તબ્ધ

માર્કેટમાં ખરીદી કરવા ગયેલા માસૂમો પર કાળ ત્રાટક્યો: 'બોકો હરામ'ના આતંકીઓને ઠાર કરવા ગયેલા ફાઈટર જેટ્સે માર્કેટને જ નિશાન બનાવ્યું: પળવારમાં અનેક ઈમારતો જમીનદોસ્ત:ચારેબાજુ લાશોના ઢગલા અને લોહીની નદીઓ વહી

નવી દિલ્હી: આફ્રિકન દેશ નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ યોબે (Yobe) રાજ્યના જિલી માર્કેટ (Jilli Market) માં રવિવારે કાળજું કંપાવી દેતી ઘટના બની છે. નાઈજીરિયન એરફોર્સના ફાઈટર જેટ્સ આતંકી સંગઠન 'બોકો હરામ'ના લડાયકોનો પીછો કરી રહ્યા હતા, તે દરમિયાન થયેલી એરસ્ટ્રાઈકમાં આખું માર્કેટ નિશાન બની ગયું હતું. આ ભયાનક ભૂલના કારણે અંદાજે ૨૦૦થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે.
પ્રાથમિક રિપોર્ટ મુજબ યોબે રાજ્યની સરહદ પર આવેલા એક ગામડાના બજારમાં સેનાની એસ્ટ્રાઈકમાં લગભગ 200 લોકોના મોત થયા હોવાની આશંકા છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટી હુજ થઈ નથી. આ ઘટના બાદ આખા વિસ્તારમાં દહેશત અને અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ઘટન બાદ આખા વિસ્તારમાં તણાવ વધી ગયો છે. અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો ભીડ વધી રહી છે. યોબે એવું રાજ્ય છે, જ્યાં તબીબી સુવિધાની પણ અછત છે.
એક ભીડભાડા વિસ્તાર પર હવાઈ હુમલો થયો હોવાની વિગતો પણ સામે આવી છે. અચાનક હવાઈ હુમલો થતા ભયાનક વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે, જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ઉપરાંત અનેક વાહનોને પણ મોટાપાયે નુકસાન થયું છે. ધ્વસ્ત થયેલી ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ યોબેમાં પૂરજોશમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
એવી પણ વિગતો સામે આવી છે કે,  નાઈજીરિયન વાયુસેનાના જેટ્સ ઇસ્લામી આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. યોબે સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જીલ્લી બજારમાં થયેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. આ બજાર બોરનો રાજ્યના ગુબિયો વિસ્તારમાં આવેલું છે, જે યોબે રાજ્યની સરહદને અડે છે. નાઈજીરિયન વાયુસેનાએ સ્વીકાર્યું છે કે તેઓએ બોરનો રાજ્યના જીલ્લી અક્ષ પર બોકો હરામની ગતિવિધિઓને નિશાન બનાવી હતી, પરંતુ સત્તાવાર નિવેદનમાં બજાર પર હુમલો થયો હોવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને યોબે અને બોરનોની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

 

 

 

(5:41 PM IST)