તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
પુતિનની ભારતને મહા ઓફર: દુનિયાના સૌથી ખતરનાક સુપરસોનિક ફાઇટર જેટ સાથે મળીને બનાવવા રશિયા તૈયાર: ચીન-પાકિસ્તાન ફફડ્યા, અમેરિકા સ્તબ્ધ, સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટો ખળભળાટ
મોસ્કો તરફથી નવી દિલ્હીને અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય ઓફર: ટેક્નોલોજી ટ્રાન્સફર સાથે ભારતમાં જ ઘાતક વિમાનોનું થશે નિર્માણ:ભારતીય વાયુસેના બનશે અજેય, પ્રચંડ ચકચાર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને રશિયાની અતૂટ દોસ્તીનો વધુ એક જીવંત પુરાવો આપતો અત્યંત સનસનાટીભર્યો સંરક્ષણ અહેવાલ સામે આવ્યો છે. મળતી બિલકુલ પાકી અને સત્તાવાર લશ્કરી વિગતો મુજબ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત સરકાર સામે એક મેગા ડિફેન્સ પ્રપોઝલ મૂક્યું છે. આ ઓફર અંતર્ગત રશિયા પોતાના સૌથી આધુનિક, રડારની પકડમાં ન આવે તેવા ફિફ્થ જનરેશન (5th Generation) સ્ટીલ્થ ફાઇટર જેટ સુખોઈ (Sukhoi) કે મિગ (MiG) શ્રેણીના અત્યંત ઘાતક યુદ્ધવિમાનો ભારત સાથે મળીને સંયુક્ત રીતે ડેવલપ કરવા માંગે છે. રશિયા માત્ર વિમાન વેચવા નથી માંગતું, પરંતુ તેની સંપૂર્ણ ગુપ્ત ટેક્નોલોજી ભારતને ટ્રાન્સફર (Transfer of Technology) કરવા પણ રાજી થયું છે!
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાતચીત કરતા પુતિને જણાવ્યું હતું કે, 'રશિયા ભારતને Su-57 વિમાન સપ્લાય કરવા, તેને વધુ અપગ્રેડ કરવા અને તેની મહત્ત્વની ટૅક્નોલૉજી શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ કરવા માટે રશિયાની કોઈ સીમા નથી.
હાલમાં ભારતીય વાયુસેના પાસે કોઈ 5th Generation સ્ટેલ્થ વિમાન નથી, જ્યારે પાકિસ્તાન દ્વારા ચીનનું J-35AE સ્ટેલ્થ ફાઇટર વિમાન ખરીદવાની શક્યતાઓને પગલે ભારતની સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. બીજી તરફ, ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રનની સંખ્યા સતત ઘટી રહી છે. ભારતનું સ્વદેશી પાંચમી પેઢીનું વિમાન 'AMCA' વર્ષ 2030ના દાયકાના મધ્ય પછી જ સેવામાં આવે તેવી શક્યતા છે. આ સંજોગોમાં વાયુસેનાને એક એવા વચગાળાના ફાઇટર જેટની જરૂર છે જે દુશ્મનના સ્ટેલ્થ વિમાનો અને આધુનિક એર ડિફેન્સનો સામનો કરી શકે. રશિયાનું Su-57 આ શૂન્યાવકાશને ભરવા માટે મજબૂત વિકલ્પ છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
