News of Saturday, 6th June 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા-ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ: દરિયાની વચ્ચોવચ સામસામે પ્રચંડ મિસાઈલ-ડ્રોન હુમલા: યુદ્ધજહાજો પર મોટો ખતરો, વૈશ્વિક રાજકારણમાં મહાભૂકંપ
મિડલ ઈસ્ટમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે આખી દુનિયાનું ટેન્શન હાઈ: અમેરિકી નૌસેના અને ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ્સ આમને-સામને: ક્રૂડ ઓઈલના ભાવો ભડકે બળવાની દહેશત, પ્રચંડ ચકચાર

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી પ્રચંડ સૈન્ય ખેંચતાણ વચ્ચે ઓઇલ સપ્લાય માટે આખી દુનિયાની જીવાદોરી સમાન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો લશ્કરી અહેવાલ સામે આવ્યો છે. મળતી બિલકુલ પાકી અને ગરમાગરમ આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, અમેરિકી નૌસેના (US Navy) ના યુદ્ધજહાજો અને ઈરાનની કડક ‘ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ના સૈનિકો વચ્ચે દરિયાઈ સરહદ પર ભયંકર હલચલ બાદ સીધો સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો છે. ઈરાની સૈન્ય દ્વારા અમેરિકી ડ્રોનને તોડી પાડવા અથવા અમેરિકી જહાજોને ઘેરવાનો પ્રયાસ કરાતા અમેરિકાએ પ્રચંડ જવાબી કાર્યવાહી કરી હોવાના અહેવાલોથી વોશિંગ્ટનથી લઈને તેહરાન સુધી હડકંપ મચી ગયો છે!
ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'મેહર' ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ પ્રદેશ નજીક અમેરિકન નૌકાદળના જહાજોની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા ઈરાને 'ચેતવણી' ના ભાગરૂપે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ વ્યૂહાત્મક બંદર શહેર 'બંદર અબ્બાસ' ના દરિયાકાંઠાથી થોડે દૂર આવેલા લારેક દ્વીપ નજીક કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ તરફ અનેક એટેક ડ્રોન લોન્ચ કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પ્રાદેશિક દરિયાઈ વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકન સેનાએ ઈરાનના 4 હુમલાખોર ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. એટલું જ નહીં, ભવિષ્યના હુમલા અટકાવવા માટે આત્મરક્ષામાં અમેરિકાએ ગોરુક અને કેશમ દ્વીપ પર સ્થિત ઈરાની તટીય દેખરેખ રડાર સાઇટ્સ (Coastal Surveillance Radar Sites) પર બોમ્બમારો કરીને તેને તબાહ કરી દીધી છે. જોકે, ઈરાની મીડિયાએ બંદર અબ્બાસ પર હુમલાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.
આ સૈન્ય અથડામણની થોડી જ ક્ષણો પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે લાંબા સંઘર્ષના કારણે ઈરાનની સૈન્ય તાકાત નબળી પડી છે અને હવે તેની પાસે માત્ર 21% થી 22% જેટલી જ મિસાઈલો બચી છે. કુવૈતના મુખ્ય એરપોર્ટ પર ઈરાની ડ્રોન દ્વારા તાજેતરમાં કરાયેલા હુમલા અને આ તાજા ઘટનાક્રમ છતાં ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર આ વિવાદનો સફળતાપૂર્વક અંત લાવશે. તેમણે પત્રકારોને દૃઢતાપૂર્વક કહ્યું કે, "આપણે ગમે તે રીતે જીતીશું".
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
