તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
ઇરાનની પ્રચંડ ગર્જનાથી વિશ્વ આખું ધ્રુજ્યું: 'હોર્મુઝ બાદ બાબ અલ મંદેબ પણ બંધ કરી દઈશું...', વૈશ્વિક દરિયાઈ વેપાર ઠપ કરવાની સણસણતી ધમકી: વૈશ્વિક મોરચે પ્રચંડ યુદ્ધના એંધાણ:મહાસત્તાઓ સ્તબ્ધ
જો જળમાર્ગો બંધ થયા તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારીનો ભયાનક વિસ્ફોટ નક્કી: ઈરાની આદેશથી વૈશ્વિક અર્થતંત્રમાં હડકંપ:અમેરિકા-ઇઝરાયેલ હાઈ-એલર્ટ પર, ભારે ચકચાર

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલી ભીષણ જંગ વચ્ચે ઇરાને આખી દુનિયાને બાનમાં લેવા માટે અત્યાર સુધીનો સૌથી ખતરનાક અને સનસનાટીભર્યો દાવ ખેલ્યો છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, ઇરાને અમેરિકા અને તેના મિત્ર દેશોની નાકાબંધી કરવા માટે વિશ્વના હાર્દ સમાન હોર્મુઝ અને બાબ અલ મંદેબ જળમાર્ગોને સંપૂર્ણ બંધ કરી દેવાની સત્તાવાર ચેતવણી આપી છે. આ એ જ દરિયાઈ માર્ગો છે જ્યાંથી રોજના કરોડો બેરલ ક્રૂડ ઓઇલ અને આંતરરાષ્ટ્રીય માલસામાન પસાર થાય છે. જો ઈરાન આ માર્ગો બ્લોક કરવામાં સફળ રહ્યું, તો વૈશ્વિક સ્તરે અંધાધૂંધી મચી જવાની આશંકાએ સુપરપાવર દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને રાજદ્વારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી CNN ના અહેવાલ મુજબ, ઈરાનના વરિષ્ઠ નેતા અલી વિલાયતીએ વર્તમાન પરિસ્થિતિ અંગે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, "હાલના સંજોગો જોઈને દુશ્મને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી." તેમણે ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપતા ધમકી આપી છે કે હવે તેની પાસે માત્ર બે જ રસ્તા બચ્યા છે; કાં તો તે પોતાની બેવકૂફી (સૈન્ય હુમલા) તાત્કાલિક બંધ કરે અથવા તો એવા ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહે જ્યાં વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર તેને સણસણતો અને સંતુલિત જવાબ મળી શકે.
વ્યૂહાત્મક અને સૈન્ય નિષ્ણાતોના મતે, અલી વિલાયતીનો ઈશારો સીધો જ વૈશ્વિક દરિયાઈ પરિવહન અને વેપારી જહાજોની અવરજવર પર દબાણ વધારવા તરફ છે. ઈરાન હવે યમનમાં સક્રિય પોતાના સમર્થિત 'હૂતી' (Houthi) લડવૈયાઓનો ઉપયોગ કરીને 'બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ' (Bab-al-Mandeb Strait) જળમાર્ગને નિશાન બનાવી શકે છે. આ એ જ મહત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે જે યમન, જિબૂતી અને ઇરિટ્રિયા વચ્ચે આવેલો છે અને યુરોપ, એશિયા તેમજ આરબ દેશો વચ્ચેના કરોડો અબજોના વ્યાપાર માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
