<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

વૈશ્વિક મંચ પર મહાસત્તાઓનો મોટો ટકરાવ: ટ્રમ્પની ઈરાન સાથેની ઐતિહાસિક શાંતિ ડીલ થાય તે પહેલાં જ નેતન્યાહૂએ ખેલ બગાડ્યો: લેબેનૉન પર બોમ્બમારો કરીને મિડલ ઈસ્ટ સળગાવ્યું: સુપરપાવર અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ભયંકર તણાવની આશંકા:આખા વિશ્વની નજર

ટ્રમ્પના શાંતિના પ્રયાસો પર નેતન્યાહૂએ ફેરવ્યું પાણી?: લેબેનૉનમાં ભીષણ વિસ્ફોટોથી હાહાકાર: યુદ્ધની આગ વધુ ભભૂકી: આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં મોટો ધરતીકંપ: ગમે ત્યારે ભયંકર હોનારતની ભીતિ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંરક્ષણ અને જીઓપોલિટિક્સના ક્ષેત્રમાંથી આખા જગતને સ્તબ્ધ કરી દેતા મસમોટા સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ સંભાળતાની સાથે જ ઈરાન અને તેની સમર્થિત સંગઠનો સાથે કાયમી શાંતિ સ્થાપવા માટે એક ગુપ્ત અને મોટી ડીલ તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ, ટ્રમ્પની આ કૂટનીતિ સત્તાવાર રીતે સફળ થાય તે પહેલાં જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબેનૉન પર પ્રચંડ હવાઈ હુમલા અને બોમ્બમારો ઝીંકીને ટ્રમ્પના આખા પ્લાન પર પાણી ફેરવી દીધું છે. ઇઝરાયેલના આ આક્રમક વલણથી અમેરિકાની શાંતિ વાર્તા ખોરંભે પડી ગઈ છે અને વાઈટ હાઉસ પણ આ પગલાંથી સ્તબ્ધ હોવાના અહેવાલ છે. આ સૈન્ય હિલચાલથી વૈશ્વિક બજારો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!

આ સમગ્ર વિવાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન સાથે જોડાયેલો છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને કાયમી ધોરણે પૂરો કરવા માટે ઐતિહાસિક કરારની ખૂબ નજીક છે. અમેરિકાની મધ્યસ્થતાને કારણે જ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશોએ એકબીજાની મુખ્ય ધરતી પર સીધા મિસાઇલ હુમલા બંધ કર્યા હતા. પરંતુ આ કરાર ફાઇનલ થાય તે પહેલા જ ઈરાને ખૂબ કડક ચેતવણી આપી દીધી છે. 

તેહરાને સત્તાવાર રીતે જણાવ્યું છે કે જો ઈઝરાયલ દક્ષિણ લેબેનૉનમાં પોતાની આક્રમકતા ચાલુ રાખશે, તો ઈરાન ચૂપ નહીં બેસે અને ઈઝરાયલે તેનાથી પણ વધુ વિનાશક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબેનૉન અને હિઝબુલ્લાહની સુરક્ષા તેની પોતાની સંપ્રભુતા જેટલી જ મહત્ત્વની છે.

(6:05 PM IST)