News of Tuesday, 9th June 2026
એપલનો ટેક-વિશ્વમાં મોટો વિસ્ફોટ: WWDC 2026 માં 'Siri AI' નું શક્તિશાળી આગમન:એપલ ઇકોસિસ્ટમમાં AI નો જાદુ: દુનિયાભરના ટેક પ્રેમીઓ દંગ
માત્ર ફોન નહીં, હવે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' બનશે તમારો સાથી: Siri હવે કરશે જટિલ કામો, પ્રાઈવસી સાથે AI નો અદભૂત સુમેળ: એપલની ગેમ ચેન્જર એન્ટ્રી

નવી દિલ્હી: એપલ પ્રેમીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર દિવસ! WWDC 2026 માં એપલે પોતાની વર્ષો જૂની 'સિરી' (Siri) ને હવે 'Apple Intelligence' (AI) ના પાવર સાથે નવા અવતારમાં લોન્ચ કરી છે. હવે સિરી માત્ર સવાલના જવાબ નહીં આપે, પણ તમારી એપ સાથે વાત કરશે, ઈમેલ લખશે અને તમારી આખી ડિજિટલ લાઈફને એક ક્લિકમાં મેનેજ કરશે.
Siri AI: ટૂ-વે કન્વર્ઝેશન અને અદભુત ટૂલ્સ
એપલે તેના વોઇસ આસિસ્ટન્ટને તદ્દન નવો અવતાર આપતા હવે 'Siri AI' નામ આપ્યું છે.
• આ નવું સિરી યુઝર્સ સાથે સામાન્ય માણસની જેમ વિગતવાર અને રસપ્રદ ટૂ-વે વાતચીત કરવા માટે સક્ષમ હશે.
• તેમાં ઇમેજ એડિટિંગ અને રાઇટિંગ ટૂલ્સ પણ ઇન-બિલ્ટ આપવામાં આવ્યા છે.
• સૌથી ખાસ વાત એ છે કે, તે તમારી સ્ક્રીન પર દેખાતી માહિતીના સંદર્ભને સમજીને તે મુજબના સચોટ જવાબો આપશે.
• આ ઉપરાંત, 'Siri AI' માટે એક અલગ એપ પણ લોન્ચ કરવામાં આવી રહી છે, જ્યાં યુઝર્સ પોતાની જૂની વાતચીતની હિસ્ટ્રી જોઈ શકશે.
iOS 27: ડાયનેમિક આઇલેન્ડ અને કૅમેરામાં 'સિરી મોડ'
આઇફોન યુઝર્સ માટે આવી રહેલી આગામી ઓપરેટિંગ સીરિઝ iOS 27માં ઘણા ક્રાંતિકારી બદલાવ જોવા મળશે.
• યુઝર્સ હવે સ્ક્રીન પર ઉપર દેખાતા ડાયનેમિક આઇલેન્ડને નીચે તરફ સ્વાઇપ કરીને 'Siri AI'નો ઉપયોગ કરી શકશે અને તેના જવાબો પણ ત્યાં જ પ્રદર્શિત થશે.
• આ અપડેટ સાથે કેમેરા એપમાં એક ખાસ "Siri Mode" ઉમેરવામાં આવ્યો છે. આ ફીચર કેમેરા સ્ક્રીનમાં દેખાતી વસ્તુઓ કે ઓબ્જેક્ટ્સને ઓળખીને તેના વિશે તુરંત જ વિગતવાર માહિતી આપશે.
• આ નવું iOS 27 અપડેટ iPhone 11 અને ત્યાર પછીના તમામ નવા આઇફોન મોડલ્સને સપોર્ટ કરશે.
macOS 'Golden Gate': સ્પોટલાઇટ મેનૂમાં સિરીનો પ્રવેશ
એપલે મેકબુક માટે તેના લેટેસ્ટ ઓપરેટિંગ વર્ઝન 'Golden Gate'ની જાહેરાત કરી છે.
• આ અપડેટમાં સિરીને સીધું જ સ્પોટલાઇટ (Spotlight) મેનૂ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. એટલે કે, યુઝર્સ હવે સીધા સર્ચ બારમાં જ પ્રશ્નો પૂછી શકશે અને વધુ માહિતી માટે ફાઇલો પણ સિલેક્ટ કરી શકશે.
• લુકની વાત કરીએ તો, આ અપડેટમાં તેના 'લિક્વિડ ગ્લાસ’ ડિઝાઇનને વધુ આકર્ષક બનાવવા માટે એક નવું સ્લાઇડર અને ટાઇટ વિન્ડો કોર્નર રેડિયસ આપવામાં આવ્યું છે, જે મેકબુકને વધુ સ્લીક અને પ્રીમિયમ લુક આપે છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
