<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

વૈશ્વિક વિજ્ઞાન જગતમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટેકનોલોજીકલ ધડાકો: શું iPhone હવે 'બર્થ કંટ્રોલ ડિવાઇસ' બની ગયો છે?: વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો ભયંકર સંકેત:આખા વિશ્વમાં ભારે હડકંપ

મોબાઈલના અંધાધૂંધ વળગણથી માનવ સભ્યતાના અસ્તિત્વ સામે મોટો ખતરો: ડિજિટલ એડિક્શનના કારણે વૈશ્વિક સ્તરે વસ્તી દરમાં ભયાનક કડાકો:સ્માર્ટફોન કઈ રીતે આડકતરી રીતે વસ્તી નિયંત્રણ કરી રહ્યો છે તેનો સણસણતો પર્દાફાશ

નવી દિલ્હી: માણસ જેને પોતાની સુવિધા અને મનોરંજનનું સાધન સમજતો હતો, તે સ્માર્ટફોન હવે માનવ વસ્તીના વિકાસને ગળી રહ્યો હોવાનો વૈજ્ઞાનિક સંશોધનમાં ચોંકાવનારો ધડાકો થયો છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરના સમાજશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે, હદથી વધારે આઇફોન કે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી લોકો પોતાની વાસ્તવિક સામાજિક જિંદગી અને પાર્ટનરથી દૂર થઈ રહ્યા છે. ડિજિટલ દુનિયાના વળગણ, મોડી રાત સુધીના સ્ક્રીન ટાઈમ અને માનસિક તણાવના કારણે યુવા પેઢીમાં કુદરતી પ્રજનન ક્ષમતા અને સંબંધો પ્રત્યેનો રસ ઘટી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ ‘ટેક્નોલોજી શોક’ પર લગામ નહીં કસાય, તો આગામી દાયકાઓમાં દુનિયાના અનેક દેશોમાં વસ્તીનો આંકડો ટપોટપ નીચે ગગડી જશે. આ અહેવાલે પશ્ચિમી દેશોથી લઈને એશિયા સુધી ભારે સનસનાટી મચાવી દીધી છે!
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ પણ સમાજ કે દેશમાં જીવનધોરણ સુધરે છે, ત્યારે જન્મદરમાં ધીમે-ધીમે ઘટાડો થાય છે. જોકે છેલ્લા બે દાયકામાં વૈજ્ઞાનિકોએ એક અસામાન્ય પેટર્ન નોંધી છે. વર્ષ 2007 પછી જુદી-જુદી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ ધરાવતા દેશોમાં પણ જન્મદરમાં એકસરખો મોટો ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના અહેવાલ મુજબ, અમેરિકામાં 1980થી 2007 સુધી પ્રતિ 1,000 મહિલાઓ પર જન્મદર 65થી 70ની આસપાસ સ્થિર હતો. જોકે 2007 પછી તેમાં મોટો કડાકો આવ્યો અને 2024 સુધીમાં તે 22 ટકા ઘટીને માત્ર 54 પર પહોંચી ગયો છે.
જન્મદર ઘટાડવામાં આઇફોનની ભૂમિકા માપવી જટિલ હતી, કારણ કે 2008ની વૈશ્વિક આર્થિક મંદી જેવા અન્ય પરિબળો પણ તે સમયે સક્રિય હતા. આથી, સંશોધકોએ 2007થી 2011 વચ્ચેના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે અમેરિકામાં આઇફોન માત્ર 'AT&T' નેટવર્ક પર જ ઉપલબ્ધ હતો.
વૈજ્ઞાનિકોએ એક કુદરતી પ્રયોગના ભાગરૂપે એવા વિસ્તારોની સરખામણી કરી જ્યાં AT&Tનું નેટવર્ક મજબૂત હતું અને જ્યાં નેટવર્ક નહોતું. પરિણામો ચોંકાવનારા હતા:
•    15થી 19 વર્ષની યુવતીઓમાં: આઇફોનની પહોંચ ધરાવતા વિસ્તારોમાં જન્મદરમાં 4.5% થી 8%નો ઘટાડો થયો.
•    20થી 24 વર્ષની મહિલાઓમાં: જન્મદરમાં 3.2% થી 6.6%નો ઘટાડો નોંધાયો.
•    નેટવર્ક વગરના વિસ્તારો: જ્યાં કનેક્ટિવિટી નહોતી ત્યાં ટીનએજ જન્મદર માત્ર 13.8% ઘટ્યો, જ્યારે સંપૂર્ણ નેટવર્ક વાળા વિસ્તારોમાં આ ઘટાડો સીધો 26% હતો.
સમગ્ર ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, 2007-2011 દરમિયાન પ્રજનન દરમાં થયેલા કુલ ઘટાડામાંથી 33%થી 52% ઘટાડા માટે માત્ર આઇફોન જ જવાબદાર હતો.
આઇફોન કેવી રીતે બન્યો કારણ?
સંશોધકોના મતે, આઇફોન અને અન્ય સ્માર્ટફોન્સની લોકપ્રિયતા વધવાને કારણે યુવાનોએ ભૌતિક દુનિયામાં મિત્રો સાથે મળવાનું અને સમય વિતાવવાનું ખૂબ ઓછું કરી દીધું છે. ઇન-પર્સન સોશિયલાઇઝિંગ વર્ષ 2003માં દૈનિક 68 મિનિટ હતું, જે 2019 સુધીમાં 44% ઘટીને માત્ર 38 મિનિટ રહી ગયું છે. બીજી તરફ, કમ્પ્યુટર કે સ્ક્રીન પર વિતાવાતો સમય 22 મિનિટથી 336% વધીને 96 મિનિટ થઈ ગયો છે.
ડિજિટલ સ્ક્રીન ટાઈમ વધવાને કારણે લોકોની સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં ઘટાડો થયો છે અને પોર્નોગ્રાફીનું સેવન વધ્યું છે, જે સેક્સના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત, સ્માર્ટફોનને કારણે યુવાનોમાં ગર્ભનિરોધક અને અબોર્શન જેવી માહિતીઓ સરળતાથી ઉપલબ્ધ થતાં અનિચ્છનીય ગર્ભધારણના કિસ્સા પણ ઘટ્યા છે.

 

(5:50 PM IST)