<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

યુરોપના આલ્બેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પના અબજોપતિ જમાઈ વિરુદ્ધ પ્રચંડ જનરેલો: જેરેડ કુશ્નરના મેગા પ્રોજેક્ટ સામે હજારો લોકો રસ્તા પર ઉતરતાં મચી દોડધામ: કુદરતી સંપત્તિ હડપ કરવાના ગંભીર આક્ષેપો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ

પર્યાવરણના ભોગે અમીરો માટે લક્ઝરી ટાપુ બનાવવાનો કારસો ખુલ્લો પડ્યો: ટ્રમ્પ પરિવારના કથિત કાળા કારનામા સામે જનતાએ મોરચો માંડતાં ગ્લોબલ મીડિયામાં ભારે ચકચાર: અકિલ સનસનાટીભર્યો અહેવાલ

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નરના એક મસમોટા વિદેશી બિઝનેસ પ્રોજેક્ટને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ભયાનક વિવાદ ઉભો થયો હોવાના સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વૈશ્વિક વિગતો મુજબ, જેરેડ કુશ્નરની કંપની આલ્બેનિયાના અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત દરિયાઈ ટાપુઓ પર અબજો રૂપિયાના ખર્ચે હાઈ-એન્ડ પ્રવાસી રીસોર્ટ બનાવવાની મોટી ડીલ કરી રહી છે. આ પ્રોજેક્ટના લીધે આલ્બેનિયાની કુદરતી સુંદરતા અને પર્યાવરણનો કાયમ માટે કચ્ચરઘાણ વળી જશે તેવો ભય ઉભો થતાં જ આલ્બેનિયાની પ્રજાનો પિત્તો ગયો છે. રાજધાની સહિતના મુખ્ય માર્ગો પર હજારો નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ એકઠા થઈને ટ્રમ્પ અને તેના જમાઈ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડીલ પાછળ સત્તાનો દુરુપયોગ અને મસમોટી ભ્રષ્ટાચારની ગોઠવણ કરાઈ છે. આ પ્રચંડ હોબાળાના કારણે આલ્બેનિયા સરકાર અને ટ્રમ્પના બિઝનેસ સામ્રાજ્યમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે!
આશરે 5 અબજ યુરોના ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટનું નિર્માણ ઝ્વેર્નેક (Zvernec) વિસ્તારની નજીક પ્રસ્તાવિત છે. આ વિસ્તાર એક સંરક્ષિત વેટલેન્ડની નજીક સ્થિત છે, જ્યાં ફ્લેમિંગો, સીલ અને દરિયાઈ કાચબા જેવી અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે આટલા મોટા પ્રવાસન પ્રોજેક્ટના કારણે આ સંવેદનશીલ ઈકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચી શકે છે.
તિરાનાના રસ્તાઓ પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ 'આલ્બેનિયા ઈઝ નોટ ફોર સેલ' અને 'ન્યૂઝ અલ્બેનિયા' જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. પ્રદર્શનકારીઓની ભીડ વડાપ્રધાન એદી રામાની ઓફિસ બહાર એકઠી થઈ હતી અને શહેરના મુખ્ય બુલેવાર્ડપર લગભગ અડધા માઈલ સુધી ફેલાયેલી હતી.
પ્રદર્શનમાં સામેલ લિઆંડ લાકરોરીએ કહ્યું કે, ઝ્વેર્નેક પ્રોજેક્ટને લઈને કોઈ પણ પ્રકારની પારદર્શિતા રાખવામાં નથી આવી. તેમના મતે, આ પ્રોજેક્ટ છેલ્લા 35 વર્ષથી દેશમાં ચાલી રહેલી એક અદ્રશ્ય વ્યવસ્થાનું પ્રતીક બની ગયો છે. હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને તેઓ પરિવર્તન ઈચ્છે છે.

 

(5:23 PM IST)