<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સોશિયલ મીડિયા ક્ષેત્રે મેટા કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ક્રાંતિકારી ધડાકો, યુઝર્સની થઈ ગઈ ચાંદી-ચાંદી: ઇન્સ્ટાગ્રામ પર હવે ચાલશે યુઝરની જ હુકુમત, લોન્ચ થયું ધમાકેદાર ‘Your Algorithm’ ફિચર: તમે ઈચ્છશો એવું જ સ્ક્રીન પર કન્ટેન્ટ અને રીલ્સ ધૂમ મચાવશે: ફાલતુ કચરો કાયમ માટે સાફ

અલ્ગોરિધમની ગુલામીમાંથી કરોડો યુઝર્સને મળી કાયમી મુક્તિ: મનગમતા વિષયો સેટ કરતાં જ સ્ક્રીન પર જાદુઈ બદલાવ જોવા મળશે: ટેક જગતમાં ભારે ચકચાર

નવી દિલ્હી: ડિજિટલ દુનિયાના કિંગ ગણાતા ઇન્સ્ટાગ્રામ દ્વારા કરોડો યુઝર્સના દિલ જીતી લે તેવા એક જબરદસ્ત ટેકનોલોજીકલ ફેરફારના સનસનાટીભર્યા સમાચાર મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી વૈશ્વિક વિગતો મુજબ, ઇન્સ્ટાગ્રામે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મોસ્ટ અવેટેડ ‘Your Algorithm’ ફિચર સત્તાવાર રીતે માર્કેટમાં ઉતારી દીધું છે. આ નવા હાઈટેક ફિચરની મદદથી હવે યુઝર્સ પોતે જ નક્કી કરી શકશે કે તેમને ફીડ અને રીલ્સ સેક્શનમાં કેવા પ્રકારના વીડિયો કે પોસ્ટ જોવા છે. અગાઉ કંપની પોતાના કમ્પ્યુટર પ્રોગ્રામિંગ (અલ્ગોરિધમ) વડે યુઝર્સને પરાણે વાઈરલ અને કંટાળાજનક કન્ટેન્ટ બતાવતી હતી, જેનાથી લોકો સોશિયલ મીડિયા પ્રાઇવસી અને ટાઈમ વેસ્ટને લઈને કંટાળી ગયા હતા. પરંતુ હવે આ નવા ઓપ્શનથી યુઝર્સ પોતાની ફેવરિટ કેટેગરી જાતે કસ્ટમાઇઝ કરી શકશે, જેથી નકામું કન્ટેન્ટ આપોઆપ ગાયબ થઈ જશે. ઇન્સ્ટાગ્રામના આ માસ્ટરસ્ટ્રોકથી યુઝર્સમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે અને હરીફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે!
એડમ મોસેરીના જણાવ્યા અનુસાર, આ નવા ફિચર દ્વારા યુઝર્સ એપ્લિકેશનના તમામ મુખ્ય સેક્શનમાં પોતાની પસંદગીના વિષયો જોઈ શકશે અને તેમાં ફેરફાર પણ કરી શકશે. હાલના તબક્કે આ ફિચર માત્ર ટોપિક કસ્ટમાઇઝેશનને સપોર્ટ કરે છે. પરંતુ આગામી અપડેટ્સમાં યુઝર્સ ચોક્કસ વ્યક્તિઓ, મૂડ/વાઇબ્સ અને કન્ટેન્ટના પ્રકાર એટલે કે ફોટો કે વીડિયોને પણ પોતાની મરજી મુજબ સેટ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામ અગાઉ પણ રીલ્સ અને એક્સપ્લોર પેજ માટે આ પ્રકારનું નિયંત્રણ આપી ચૂક્યું છે, પરંતુ હવે તેનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. મોસેરી આ અપડેટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના સશક્તિકરણની એક મોટી શરૂઆત તરીકે જુએ છે.આજના સમયમાં સોશિયલ મીડિયા અલ્ગોરિધમ યુઝર્સની દરેક પ્રવૃત્તિ જેમ કે તેઓ કઈ પોસ્ટ પર ટેપ કરે છે, શું જુએ છે અને શું શેર કરે છે તેના પરથી આપોઆપ શીખે છે અને કન્ટેન્ટ બતાવે છે. મોસેરીએ સ્વીકાર્યું કે આ વન-વે પ્રક્રિયાને કારણે ઘણીવાર યુઝર્સ અકળામણ અનુભવતા હોય છે, કારણ કે તેઓ સિસ્ટમને પોતે શું જોવા માંગે છે તે સીધું કહી શકતા નથી. નવું ફિચર આ ખામીને દૂર કરશે અને યુઝર્સને પ્રોડક્ટ પર પૂરતો કંટ્રોલ આપશે.

 

(5:27 PM IST)