હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાની અડધી સદીની ભયાનક 'સાયલન્ટ' ગેમનો પર્દાફાશ, મિડલ ઈસ્ટના દેશોને અંદરોઅંદર લડાવી પોતે બની ગયું દુનિયાનું 'ઓઇલ કિંગ': પચાસ વર્ષ સુધી ખેલાયેલા લોહીયાળ જંગ પાછળ વ્હાઇટ હાઉસનો દોરીસંચાર હોવાનો સનસનાટીભર્યો ખુલાસો
અરબ દેશોના તેલના કુવાઓ પર અમેરિકાએ જમાવ્યો ગર્ભિત કબજો: ઈરાન-ઈરાકને યુદ્ધની આગમાં હોમીને પોતે આખી દુનિયાનું સૌથી મોટું ઓઇલ પ્રોડ્યુસર બની ગયું: વ્હાઇટ હાઉસની આંતરરાષ્ટ્રીય કૂટનીતિથી આખી દુનિયા સ્તબ્ધ

નવી દિલ્હી: ગ્લોબલ જિયોપોલિટિક્સ અને ઇન્ટરનેશનલ ઓઇલ માર્કેટમાંથી અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવી રહ્યા છે, જે જોઈને આખા મિડલ ઈસ્ટના દેશોના પગ તળેથી જમીન સરકી ગઈ છે. મળતી અત્યંત ગુપ્ત અને પાકી વિગતો મુજબ, છેલ્લા ૫૦ વર્ષથી અમેરિકાએ એશિયા અને અખાતી દેશોમાં ભારે અશાંતિ, આતંક અને આંતરવિગ્રહ ફેલાવીને એક એવું માયાવી જાળું રચ્યું હતું કે સાઉદી, ઈરાન અને ઈરાક જેવા દેશો તેલની દોડમાં અંદરોઅંદર કાવાદાવા કરતા રહ્યા. અમેરિકાએ એક તરફ આ દેશોને અબજો ડોલરના હથિયારો વેચ્યા અને બીજી તરફ તેમની આંતરિક લડાઈનો ફાયદો ઉઠાવીને પોતાના ઓઇલ રિઝર્વ અને ટેકનોલોજી (Fracking Technology) ને એટલી હદે મજબૂત કરી લીધી કે આજે તેલના ઉત્પાદનમાં સાઉદી અરેબિયાને પણ પછાડીને અમેરિકા નંબર-૧ ના સિંહાસન પર બેસી ગયું છે! વૈશ્વિક બજાર પર એકહથ્થુ શાસન સ્થાપવા માટે અમેરિકાએ અડધી સદી સુધી રમેલી આ ઓઇલ ડિપ્લોમસી (Petroleum Diplomacy) ના કારણે આજે સમગ્ર મિડલ ઈસ્ટ આર્થિક કટોકટીના આરે આવીને ઊભું રહી ગયું છે, જ્યારે અમેરિકન ડોલર આખી દુનિયાના બજારને રીતસરનું નચાવી રહ્યો છે!
50 વર્ષ પહેલાં જે ઓઇલ અમેરિકાની સૌથી મોટી નબળાઈ હતું, આજે તે જ તેની સૌથી મોટી તાકાત બની ગયું છે. ખાડી દેશોની પરસ્પર લડાઈ, અમેરિકન પ્રતિબંધોને કારણે ઈરાન-ઈરાકનું ઓઇલ બજારમાંથી બહાર ફેંકાઈ જવું અને અમેરિકાની પોતાની 'શેલ ક્રાંતિ'ના કારણે આ આખી બાજી પલટાઈ ગઈ છે.
ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકાની આજના સમયની ઓઇલ નીતિ ભૂતકાળના એક મોટા ડરનું પરિણામ છે. વાત ઑક્ટોબર 1973ની છે, જ્યારે આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે 'યોમ કિપ્પુર યુદ્ધ' છેડાયું હતું. તે સમયે અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલને મદદ કરી હતી. આનાથી નારાજ થઈને ઓપેક(OPEC) સંગઠનના આરબ સભ્યોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ એક નિર્ણયે અમેરિકન અર્થતંત્રના પાયા હચમચાવી દીધા હતા. અમેરિકામાં ઓઇલના ભાવ રાતોરાત ચાર ગણા વધી ગયા, પેટ્રોલ પંપો પર માઇલો લાંબી કતારો લાગી ગઈ, ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
