<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

થાઈલેન્ડની લોકપ્રિય રાજકુમારીનું ૩ વર્ષના લાંબા કોમા બાદ કરુણ નિધન, શાહી પરિવારમાં ભારે કલ્પાંત: ૫-૫ પુત્રો હોવા છતાં ગાદીના અસલી ઉત્તરાધિકારી મુદ્દે મસમોટી અસમંજસ: બેંગકોકના શાહી મહેલમાં સત્તા સંગ્રામના ભણકારા

અબજોની સંપત્તિ અને થાઈલેન્ડના સિંહાસન પર બેસવા માટે પડદા પાછળ કાવાદાવા શરૂ: કોમામાં ગરકાવ રાજકુમારીના અંતિમ શ્વાસ સાથે જ શાહી કાયદાઓ પર ઉઠ્યા સવાલો

નવી દિલ્હી: એશિયાના સૌથી રહસ્યમય અને ચુસ્ત કાયદાઓ ધરાવતા થાઈલેન્ડના રાજવી પરિવારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી મૂકનારા અહેવાલો મળી રહ્યા છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, થાઈલેન્ડના મહારાજાની પરમપ્રિય અને જનતાની લાડકી રાજકુમારી, જે ગત ૩ વર્ષથી હાર્ટ એટેક આવ્યા બાદ અર્ધમૃત અવસ્થામાં હોસ્પિટલમાં કોમામાં હતી, તેનું આજે સવારે સત્તાવાર રીતે અવસાન જાહેર કરાતા આખા દેશમાં રાષ્ટ્રીય શોકની લહેર વ્યાપી ગઈ છે. જોકે, આ મોતની સાથે જ થાઈલેન્ડના શાહી સિંહાસનના ઉત્તરાધિકારની લડાઈ અત્યંત ગુપ્ત અને ખતરનાક મોડ પર આવી ગઈ છે. મૃતક રાજકુમારીને ૫ પુત્રો હોવા છતાં, શાહી પરંપરા અને કાયદાકીય ગૂંચવણોના કારણે કયા રાજકુમારને સત્તાવાર વારસદાર જાહેર કરવો તે અંગે કિંગ પેલેસ કોઈ આખરી નિર્ણય લઈ શક્યો નથી. અબજો ડોલરના સામ્રાજ્ય અને સેના પર પકડ જમાવવા માટે શાહી પરિવારના જુદા જુદા જૂથો આમને-સામને આવી ગયા હોવાના લીધે બેંગકોકની ગાદી પર આગામી દિવસોમાં મસમોટો વિસ્ફોટ થવાની ભયાનક આશંકા સેવાઈ રહી છે!

રાજમહેલ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, "તબીબોની ટીમ દ્વારા તેમને શક્ય એટલી શ્રેષ્ઠ અને સઘન સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ તેમની તબિયતમાં સતત બગાડ થતો રહ્યો હતો." ગુરુવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 19:48 કલાકે (બેંગકોકના સમય અનુસાર) બેંગકોકની ચુલાલોંગકોર્ન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રિન્સેસ બજ્રકિતીયાભા ડિસેમ્બર 2022માં પોતાના પાલતુ કૂતરાઓને વોક કરાવી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમના હૃદયમાં માયકોપ્લાઝમા ઇન્ફેક્શનને કારણે હૃદયના ધબકારા અત્યંત અનિયમિત થઈ ગયા હતા, જેના લીધે તેઓ કોમામાં સરી પડ્યા હતા. ત્યારથી તેઓ સતત હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

પ્રિન્સેસ બજ્રકિતીયાભા થાઇલેન્ડના રાજા વજિરાલોંગકોર્નના સાત સંતાનોમાં સૌથી મોટા પુત્રી હતા. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1978ના રોજ રાજાના પ્રથમ પત્ની અને તેમના પિતરાઈ બહેન પ્રિન્સેસ સોમસાવાલીના ઘરે થયો હતો.

તેઓ એક અત્યંત શિક્ષિત અને કુશળ વકીલ હતા. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત કોર્નલ યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં બે પોસ્ટ-ગ્રેજ્યુએટ ડીગ્રી મેળવી હતી. તેમણે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં થાઇલેન્ડના મિશનમાં પણ થોડો સમય કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ થાઇલેન્ડ પરત ફર્યા અને બેંગકોક તેમજ દેશના અન્ય ભાગોમાં એટર્ની-જનરલની ઓફિસમાં પોતાની સેવાઓ આપી હતી.

(5:47 PM IST)