<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

એલન મસ્કનો વૈશ્વિક બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ: સ્પેસએક્સનો આઈપીઓ રચી દેશે નવો ઈતિહાસ: એક જ ઝાટકે કંપનીના ૪,૦૦૦ કર્મચારીઓ બની જશે 'ડોલર મિલિયોનેર', વોલ સ્ટ્રીટમાં ભારે તોફાન

રોકેટ બનાવનારા સામાન્ય એન્જિનિયરો અને સ્ટાફ પર થશે અબજો રૂપિયાનો વરસાદ: સ્પેસએક્સના મેગા આઈપીઓની સત્તાવાર જાહેરાત થતાં જ વૈશ્વિક રોકાણકારોમાં રીતસરની પડાપડી

નવી દિલ્હી: અમેરિકાના શેરબજાર અને વૈશ્વિક બિઝનેસ જગતમાંથી આ દાયકાના સૌથી મોટા અને કલ્પના બહારના અહેવાલો મળી રહ્યા છે. સ્પેસ સેક્ટરમાં એકહથ્થુ શાસન ભોગવતી અબજોપતિ એલન મસ્કની કંપની 'SpaceX' ટૂંક સમયમાં જ માર્કેટમાં પોતાનો મેગા આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, આ આઈપીઓ આવતાની સાથે જ સ્પેસએક્સના વેલ્યુએશનમાં એવો બમ્પર ઉછાળો આવશે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કંપનીના અતિ આધુનિક રોકેટ પ્રોજેક્ટ્સ અને સ્ટારલિંક નેટવર્ક પાછળ રાત-દિવસ એક કરનારા ૪,૦૦૦થી વધુ કર્મચારીઓ પાસે રહેલા શેર્સની કિંમત લાખો ડોલર (ભારતીય રૂપિયામાં કરોડો રૂપિયા) થઈ જશે. એલન મસ્કની આ જાહેરાત બાદ વોલ સ્ટ્રીટના મોટા-મોટા ઈન્વેસ્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. સેટેલાઇટ અને સ્પેસ ટેક્નોલોજીના દમ પર આખી દુનિયા પર રાજ કરવા નીકળેલા મસ્કનો આ માસ્ટરસ્ટ્રોક વૈશ્વિક બજારના તમામ જૂના રેકોર્ડ તોડી પાડશે તે નક્કી દેખાઈ રહ્યું છે!

સ્પેસએક્સ આશરે ૭૫ અબજ ડોલર એકત્ર કરવાની યોજના સાથે શેરબજારમાં પ્રવેશી રહી છે. જેના દ્વારા કંપનીનું મૂલ્યાંકન લગભગ ૧.૭૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. કંપનીમાં લાંબા સમયથી કામ કરતા હજારો કર્મચારીઓને સ્ટોક ઓપ્શન અને ઇક્વિટી આપવામાં આવી હતી. આઈપીઓ બાદ આ હિસ્સેદારીનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધી શકે છે. 

અહેવાલો મુજબ, માત્ર મિલ્યિેનેર્સ  જ નહીં, પરંતુ કેટલાક સિનિયર કર્મચારીઓની હિસ્સેદારી ૧૦૦ મિલિયન ડોલરથી પણ વધુ હોઈ શકે છે. 

સ્પેસએક્સ હાલમાં રોકેટ લોન્ચ, સેટેલાઈટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંક અને એઆઈ સંબંધિત સેક્ટર્સમાં ઝડપથી વિસ્તરી રહી છે. કંપનીના ભવિષ્યના વિકાસ અને બજારમાં તેની મજબૂત સ્થિતિને કારણે રોકાણકારો આઈપીઓને લઈને ખૂબ આશાવાદી છે.  જોકે કેટલાક વિશ્લેષકો કંપનીના ઊંચા મૂલ્યાંકન અને આઈપીઓ પછીના શેરના પ્રદર્શન અંગે સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે ભારે ઉત્સાહ વચ્ચે રોકાણકારોએ જોખમોને પણ ધ્યાનમાં લેવા જોઈએ. 

(5:47 PM IST)