હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક રાજકારણમાં ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇનો અત્યાર સુધીનો સૌથી મોટો અને આકરો શાબ્દિક પરમાણુ વિસ્ફોટ: વ્હાઇટ હાઉસના આકા ડોનાલ્ડ ટ્રમ્પને જાહેરમાં ઘેર્યા, ભારે સનસનાટી: પૂછ્યો ભયાનક સવાલ - ‘અંધભક્તોની રક્ષા અમેરિકા કેવી રીતે કરશે?’
મિડલ ઈસ્ટમાં સૈન્ય તણાવ વચ્ચે તેહરાનથી વૉશિંગ્ટન સુધી હચમચી ગયું: ટ્રમ્પની આક્રમક વિદેશ નીતિ સામે ઇરાનના સર્વોચ્ચ નેતાનો સીધો પડકાર

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયંકર સૈન્ય ઘર્ષણ અને અમેરિકાના આકરા વલણ વચ્ચે ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા આયતુલ્લા અલી ખામેનેઇએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર અત્યાર સુધીનો સૌથી તીખો અને સીધો હુમલો કરતા આખી દુનિયાના મીડિયા જગતમાં જબરો ખળભળાટ મચી ગયો છે. મળતી બિલકુલ સનસનાટીભરી વિગતો મુજબ, એક જાહેર સંબોધનમાં ખામેનેઇએ અમેરિકાના સૈન્ય પાવર અને ટ્રમ્પની ચેતવણીઓને ફગાવી દેતા ગંભીર કટાક્ષ કર્યો છે કે, જે દેશો કે તત્વો આંખો મીંચીને વ્હાઇટ હાઉસના શરણાગત બન્યા છે, તેવા ‘અંધભક્તોની રક્ષા’ અમેરિકા પોતે સંકટના સમયે કેવી રીતે કરશે તે મોટો સવાલ છે! ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધો અને લશ્કરી દબાણ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરીને ખામેનેઇએ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી દીધી છે, જેના કારણે આગામી દિવસોમાં બંને મહાસત્તાઓ વચ્ચે યુદ્ધની જ્વાળાઓ વધુ ભડકે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે!
ઇરાનના સુપ્રીમ લીડરે અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે, જે અમેરિકન સૈન્ય મથકો (Milatary Bases) પાસે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ક્ષમતા નથી, તેઓ બીજા દેશોની સુરક્ષા કરવાનો દાવો કેવી રીતે કરી શકે? મોજતબા ખામેનેઇએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે અમેરિકી સૈન્ય મથકો જ સુરક્ષિત નથી, ત્યારે તે એવા દેશોની રક્ષા કેવી રીતે કરશે જેઓ તેમના પર નિર્ભર છે અથવા જેઓ અમેરિકાને ભગવાનની જેમ પૂજે છે (અંધભક્તિ કરે છે).
સંરક્ષણ નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં વર્ચસ્વ જમાવવા માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે ખામેનેઇના આ નિવેદનને એક મોટા રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકન સૈન્યની હાજરી હવે પહેલા જેવી પ્રભાવશાળી રહી નથી. ઇરાની નેતૃત્વ સતત એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ક્ષેત્રમાં અમેરિકાનો પ્રભાવ ઘટી રહ્યો છે અને પ્રાદેશિક શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. ખામેનેઇએ એવા દેશોની પણ આકરી ટીકા કરી છે જેઓ સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ માટે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
