તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th June 2026
ટેકનોલોજીના નામે પૃથ્વી પર મસમોટો જળ-પ્રલય કોપાયો!:એઆઈ (AI) ના ડેટા સેન્ટરો સામે વૈશ્વિક સ્તરે ભયાનક દેખાવો: ૧૩૦ કરોડ લોકોના ભાગનું કિંમતી પાણી પી જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ભવિષ્યમાં પીવાના પાણી માટે દુનિયામાં ત્રાહીમામ પોકારાશે તેવી વૈજ્ઞાનિકોની ભયાનક ચેતવણી: મહાકાય સુપરકોમ્પ્યુટરોને ઠંડા રાખવાના પાપે માનવજાત તરસથી મરશે

નવી દિલ્હી: આખી દુનિયામાં ડિજિટલ ક્રાંતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા અતિરેક વચ્ચે કુદરત અને માનવજાતના અસ્તિત્વ સામે અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક ખતરો મંડરાઈ રહ્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થતાં સમગ્ર પર્યાવરણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે. મળતી બિલકુલ પાકી અને સનસનાટીભરી વિગતો મુજબ, વૈશ્વિક સ્તરે કાર્યરત ગુગલ, માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઈ જેવી મહાકાય કંપનીઓના ડેટા સેન્ટરો સામે લોકો હવે રસ્તા પર ઉતરીને ભયાનક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હાઈ-ટેક સેન્ટરોમાં ચોવીસે કલાક ચાલતા લાખો સર્વરોને બળવા અને પીગળવાથી બચાવવા માટે રોજનું કરોડો ગેલોન શુદ્ધ પાણી 'કૂલિંગ સિસ્ટમ' (Cooling) માટે વાપરવામાં આવી રહ્યું છે. રિસર્ચ રિપોર્ટના ચોંકાવનારા આંકડા મુજબ, આગામી વર્ષોમાં આ ડેટા સેન્ટરો ભારતની વસ્તી સમાન પૂરા ૧૩૦ કરોડ લોકોની વાર્ષિક પાણીની જરૂરિયાત જેટલું અબજો લીટર પાણી ઓહિયાં કરી જશે! કમ્પ્યુટરના મગજને ઠંડુ રાખવા કુદરતી સંસાધનોના થતા આ આંધળા ઉડાવ સામે પૃથ્વી પર ભવિષ્યમાં ભયાનક જળ-યુદ્ધ (Water War) ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકાથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે!
એઆઈ ટેકનોલોજી વિકસી છે તેની સાઈડ ઈફેક્ટ પણ સામે આવી છે. શરૂઆતમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ લોકો ખૂબ હોંશથી કરતા હતા, પરંતુ એઆઈ ટેકનોલોજી વિકસાવવા પાછળ, તેને ચલાવવા માટે જે રીતે કુદરતી રિસોર્સીસની જરૂર પડે છે એ બહાર આવ્યું છે ત્યારથી લોકોમાં એની સામે અવેરનેસ આવી છે. એઆઈ ડેટા સેન્ટર્સ અત્યારે દુનિયામાં ૧૨૦ કરોડ લોકોના ભાગનું પાણી પી જાય છે, વળી જાપાન જેવા કોઈ આખા દેશને પૂરી પાડી શકાય એટલી વીજળી એઆઈ ડેટા સેન્ટર્સને જરૂર પડે છે. ૨૦૩૦ સુધીમાં વર્ષે ૯૪૫ ટેરાવોટ વીજળીના વપરાશ થતો હશે. અત્યારે જ દુનિયાની કુલ વીજળીમાંથી ૩ ટકા વીજળી એઆઈ ડેટા સેન્ટર્સ પાછળ વપરાઈ જાય છે.
એઆઈ ટેકનોલોજી દુનિયાભરની વિગતો પળવારમાં આપે છે. ફોટોથી લઈને વીડિયો બનાવી આપે છે. જે પૂછો એનો જવાબ આપે છે, તેની સામે એને પ્રોસેસિંગ માટે વીજળીની જરૂર પડે છે. કોઈ પણ ડેટા સેન્ટર્સમાં વીજળીની જરૂર તો પડે છે, પરંતુ એઆઈ ડેટા સેન્ટર્સમાં એની જરૂર વધી જાય છે. એ જ રીતે એઆઈ ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે પાણીની જરૂર પડે છે. આ બંનેની અછત આખી દુનિયામાં હજુય રહે છે. ૨૧મી સદીમાં પણ હજુ કરોડો લોકો પાણીની અછતનો સામનો કરે છે અને વીજળી ગૂલ થવાના બનાવો તો વિકસિત દેશોમાં પણ રોજિંદા છે.
આવી સ્થિતિમાં અમેરિકા અને કેનેડામાં લોકોએ એઆઈ ડેટા સેન્ટર્સનો વિરોધ શરૂ કર્યો છે. એકલા અમેરિકામાં જ ૨૦૦ અબજ ડોલરના ડેટા સન્ટર્સના પ્રોજેક્ટ અટકી પડયા છે. સ્થાનિક લોકોના વિરોધના પગલે ડેટા સેન્ટર્સનું કામ અટકાવી દેવું પડયું છે. ધીમે ધીમે લોકોમાં અવેરનેસ આવી રહી હોવાથી હવે આ મુદ્દે માત્ર ટેકનોલોજીનો રહ્યો નથી, પરંતુ પર્યાવરણ અને ભવિષ્યની સલામતીનો મુદ્દો બની ચૂક્યો છે. યુએને પણ એઆઈ ટેકનોલોજીથી પાણી, વીજળી ઉપરાંત જમીનના ક્લાઈમેટ પર અસર થશે એવી ચેતવણી આપી છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
