<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

હેલ્‍મેટ પર ટાલનું પેઇન્‍ટિંગ

ટાલવાળા માથા પર કાન પણ ચીતરાવ્‍યા છેઃ એને કારણે માથે હેલ્‍મેટ પહેરેલી હોવા છતાં દૂરથી એવું જ લાગે કે માથે કંઈ નથી પહેર્યું

ફલોરિડા,તા.૧૫: અમેરિકાના ફલોરિડામાં ઍલન વેગ્નર નામના બાઇકરને વારંવાર ટ્રાફિક-પોલીસ રોકી લે છે અને હેલ્‍મેટ ન પહેરવા બદલ દંડ કરવાની વાત કરે છે. જોકે જેવા આ ભાઈ રોકાય છે અને પોલીસ તેમને નજીકથી જુએ છે ત્‍યાં જ તેમને સમજાઈ જાય છે કે ભાંગરો વટાયો છે. વાત એમ છે કે આ ભાઈએ તેમની હેલ્‍મેટ પર પેઇન્‍ટિંગ કરાવ્‍યું છે. એ પેઇન્‍ટિંગ હૂબહૂ કોઈકની ટાલ જેવું લાગે છે. ટાલવાળા માથા પર કાન પણ ચીતરાવ્‍યા છે. એને કારણે માથે હેલ્‍મેટ પહેરેલી હોવા છતાં દૂરથી એવું જ લાગે કે માથે કંઈ નથી પહેર્યું.

(10:16 AM IST)