<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વૈશ્વિક જિયોપોલિટિક્સમાં ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો પરમાણુ વિસ્ફોટ: ઈરાન-અમેરિકા વચ્ચે ગુપ્ત ડીલ થતાં જ મહાસત્તાના દાવમાં ફસાયું ઈઝરાયલ: નેતન્યાહૂ માટે ‘ઈધર કૂઆ, ઉધર ખાઈ’ જેવી ભયાનક સ્થિતિ

જેના ભરોસે યુદ્ધ ખેલાતું હતું તે અમેરિકાએ જ ગેમ ચેન્જર પત્તું નાખતા મિડલ ઈસ્ટમાં નવો વળાંક: વૈશ્વિક રાજકારણમાં ઈઝરાયલ એકલું પડવાની પાકી આશંકા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક લોહિયાળ જંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મોરચેથી વર્ષ ૨૦૨૬ નો સૌથી મોટો સનસનાટીભર્યો ગ્લોબલ ધડાકો સામે આવ્યો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને અંધારામાં રાખીને કટ્ટર હરીફ દેશ ઈરાન સાથે એક મોટો સમજૂતી કરાર (US-Iran Deal) પાર પાડતા ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આ ડીલના કારણે ઈઝરાયલ રીતસરનું ટ્રમ્પના જ બિછાવેલા રાજનૈતિક જાળમાં બંધાઈ ગયું છે. યુદ્ધના નામે કરોડો ડોલરનું આંધણ કરી ચૂકેલા નેતન્યાહૂ માટે હવે આગળ વધવું કે પાછળ હટવું તે નક્કી કરવું અશક્ય બન્યું છે. જો તેઓ ટ્રમ્પની વાત માનીને યુદ્ધ વિરામ કરે તો દેશમાં તેમની સત્તા જોખમમાં મુકાય તેમ છે અને જો અમેરિકા સામે બગાવત કરે તો યુદ્ધ લડવા માટે હથિયારોની સપ્લાય સદંતર ઠપ્પ થઈ જાય તેમ છે! આ ભયાનક રાજદ્વારી ચક્રવ્યૂહમાં ફસાયેલા ઈઝરાયલના કારણે હવે લેબનોન, ગાઝા અને ઈરાન બોર્ડર પર લશ્કરી સમીકરણો રાતોરાત બદલાવાની પૂરેપૂરી સંભાવનાથી આખી દુનિયાની નજર મિડલ ઈસ્ટ પર ટકેલી છે!

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત થતાં જ ઈઝરાયલના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આ યુદ્ધને ઈઝરાયલ અત્યાર સુધી પોતાના અસ્તિત્વ માટે અનિવાર્ય લડાઈ ગણાવી રહ્યું હતું, તે જ મોરચે તેના સૌથી મોટા સાથી દેશ અમેરિકાએ એવો રસ્તો પસંદ કર્યો છે જેનાથી નેતન્યાહૂ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હાલત એવી થઈ ગઈ છે કે નેતન્યાહૂ ન તો ખુલ્લેઆમ આ કરારનું સમર્થન કરી શકે છે અને ન તો અમેરિકાની સામે જઈને તેનો વિરોધ કરવાની સ્થિતિમાં છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરાર મિડલ ઈસ્ટમાં તણાવ તો ઓછો કરશે જ, પરંતુ તેની સાથે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વ્યાપારી માર્ગોમાં સામેલ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને પણ ફરીથી સંપૂર્ણપણે ખોલી દેશે. આ નિર્ણયથી તેલ અને ગેસની કટોકટીનો સામનો કરી રહેલા વિશ્વના તમામ દેશોને મોટી રાહત મળશે.

(5:32 PM IST)