<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વૈશ્વિક રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચંડ પરમાણુ વિસ્ફોટ સમાન દાવો: ઈરાન ક્યારેય ન્યુક્લિયર વેપન નહીં બનાવી શકે તેવી અમેરિકી સિંહની ગર્જના: ૩૦૦ મિલિયન ડોલર આપવાની વાતો તદ્દન ખોટી અને અફવા હોવાનો સણસણતો ઘટસ્ફોટ:વૈશ્વિક બજારમાં ભારે હડકંપ

વ્હાઇટ હાઉસની ગુપ્ત નીતિઓ અને ઇન્ટરનેશનલ અફવાઓનો ટ્રમ્પે એક ઝાટકે કર્યો કચ્ચરઘાણ: મિડલ ઈસ્ટની ન્યુક્લિયર ડીલ મુદ્દે સુપર પાવર અમેરિકાના નેતાની આક્રમક જાહેરાતથી ભારે ખળભળાટ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા કોલ્ડ-વોર અને પરમાણુ શસ્ત્રોની હોડ વચ્ચે અમેરિકાના દિગ્ગજ નેતા ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય મોરચે એક મસમોટો સનસનાટીભર્યો દાવો કરીને વૈશ્વિક ડિપ્લોમેસીમાં પ્રચંડ ભૂકંપ લાવી દીધો છે. મળતી બિલકુલ પાકી આંતરરાષ્ટ્રીય વિગતો મુજબ, વૈશ્વિક મીડિયામાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે અમેરિકા ઈરાન સાથે શાંતિ કરાર કરવા અને પરમાણુ પ્રોજેક્ટ રોકવા માટે ગુપ્ત રીતે કૂલ ૩૦૦ મિલિયન ડોલર (૩૦ કરોડ ડોલર) ની તોતિંગ આર્થિક મદદ આપવાનું છે. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે ગર્જના કરી છે કે ઈરાનની આર્થિક કમર અમેરિકાએ એવી તોડી નાખી છે કે તે ક્યારેય પરમાણુ બોમ્બ બનાવવાની હિંમત નહીં કરી શકે. આ સાથે જ કરોડો ડોલરના સોદાની વાતને તદ્દન પાયાવિહોણી અફવા અને પ્રોપેગેન્ડા ગણાવી ફગાવી દેતા આખા મિડલ ઈસ્ટ અને અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં ભારે ચકચાર મચી ગઈ છે!
અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે, આ કરારની વિગતો હજી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી અને કાયમી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો હજી પણ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ શેર કરીને આ ડીલ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા માટે સંમત થયું છે! આ સાથે જ, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડૉલર ચૂકવી રહ્યું હોવાની વાર્તા સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે, જેને Dumocratsએ ફેલાવી છે!
આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વોશિંગ્ટન અને તેહરાન દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે એક પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ડીલ પર શુક્રવારે જિનીવામાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણે અમેરિકાનું પ્રતિનિધિત્વ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ કરશે.

 

(5:34 PM IST)