તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં રશિયન સેનાનો ભયાનક લોહીયાળ મોરચો: યુક્રેન પર મિસાઈલોનો પ્રચંડ વરસાદ વરસાવી લાશોના ઢગલા ખડક્યા: નિર્દોષ નાગરિકો પર કાળો કેર વર્તાવી ૧૧ ને મોતના ઘાટ ઉતાર્યા:૫૩ લોહીલુહાણ
બહુમાળી ઈમારતો અને હોસ્પિટલો પર રશિયાના આંધળાધૂંધ બોમ્બમારાથી યુક્રેનમાં કાયમતનો માહોલ: કાટમાળ નીચેથી નીકળતી કાયા જોઈ પથ્થર હૃદયના માનવી પણ રડી પડ્યા

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિના તમામ પ્રયાસો પર પાણી ફેરવીને રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ અને ઘાતક સૈન્ય હુમલો કરી દેતા આખું યુક્રેન લોહીથી ખરડાયું છે અને આખા વિશ્વમાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. મળતી સત્તાવાર પાકી સ્થાનીક વિગતો મુજબ, રશિયન એરફોર્સે યુક્રેનના મુખ્ય શહેરો અને રહેણાંક સોસાયટીઓને નિશાન બનાવીને રાતોરાત અસંખ્ય મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. આ ભયાનક એર સ્ટ્રાઈકમાં કૂલ ૧૧ લોકોના ઘટનાસ્થળે જ ચીંથરા ઉડી ગયા છે અને મોત નિપજ્યા છે, જ્યારે પાવર ગ્રીડ અને ઈમારતો તબાહ થતાં ૫૩ થી વધુ નાગરિકો હાથ-પગ કપાયેલી હાલતમાં હોસ્પિટલ ભેગા કરાયા છે. યુક્રેની રાષ્ટ્રપતિએ આ હુમલાને રશિયાનો કાયરતાપૂર્ણ આતંક ગણાવ્યો છે, જ્યારે આ લોહીયાળ કટોકટીને પગલે વૈશ્વિક સ્તરે અમેરિકા સહિતના નાટો (NATO) દેશોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દેવાતા ભારે ચકચાર મચી ગઈ છે!
આ વાતચીતથી સંકેત મળે છે કે અમેરિકાએ ૨૦૨૨માં રશિયા દ્વારા પોતાના પાડોશી દેશ યુક્રેન પર કરેલા પૂર્ણ આક્રમણ પછી શરૂ થયેલી લડાઇને રોકવા માટે પોતાના રાજદ્વારી પ્રયાસોને છોડયા નથી.યુક્રેન યુદ્ધ ફ્રાન્સમાં યોજાનાર જી-૭ શિખર સંમેલનમાં થનારી મંત્રણામાં પણ ચર્ચાનો વિષય બનનારો છે. ઝેલેન્સ્કી અને ટ્રમ્પ આ સંમેલનમાં ભાગ લે તેવી શક્યતા છે.
ઝેલેન્સ્કીએ એક્સ પર એક પોસ્ટમાં સમગ્ર રાત થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આવી રીતે રશિયા વિશ્વને યુદ્ધ ચાલુ રાખવાનો ઇરાદો દર્શાવી રહ્યો છે. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જી-૭ દેશો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવે. અને આ પ્રતિક્રિયા નિર્ણાયક અને મજબૂત હોય. રશિયા પર વધારે દબાણ બનાવવામાં આવે. યુક્રેનની હવાઇ સુરક્ષા વધારવામાં આવે અને યુક્રેનની બેલેસ્ટિક વિરોધી ક્ષમતાઓને વધારે સમર્થન આપવામાં આવે.કીવમાં ઘાયલ થયેલા લોકોમાં પણ બાળકો સામેલ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં સમગ્ર યુક્રેનમાં ૧૧ નાગરિક અને ઇમરજન્સી કર્મચારીઓનાં મોત થયા છે અને ૫૩ લોકો ઘાયલ થયા છે. કીવમાં થયેલા બોંબમારાથી કીવ-પેચેર્સ્ક લાવરાને નુકસાન થયું છે. જે ૧૧મી સદીનું એક મઠ પરિસર અને ધાર્મિક સ્થળ છે. કીવ-પેચેર્સ્ક લાવરા જેને કેવ્સનો મઠ પણ કહેવામાં આવે છે તે એક મઠો અને ચર્ચોનો વિશાળ પરિસર છે. યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાતમાં ૭૦ મિસાઇલ અને ૬૧૧ ડ્રોન છોડયા હતાં. આ હુમલાઓમાં મુખ્યવે કીવ, નિપ્રો અને ખાર્કિવ શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
