News of Tuesday, 16th June 2026
ભૂગર્ભ પેટાળમાં ભયાનક હલચલ: હિમાલય નીચેની વિશાળ ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ વચ્ચેથી ફાટી રહી હોવાનો વૈજ્ઞાનિકોનો સનસનાટીભર્યો ધડાકો: ભારત પર તોળાતું સદીનું સૌથી વિનાશક મહા-ભૂકંપનું સંકટ: કરોડો જિંદગીઓ જોખમમાં
તિબેટની નીચે પૃથ્વીની કાયા બે ભાગમાં ચીરાઈ: પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ઉર્જાનો લાવા ભડકતા ગમે ત્યારે ધરતી ધ્રૂજશે: દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હાઈ-એલર્ટ

નવી દિલ્હી: કુદરતના રહસ્યો અને પૃથ્વીના પેટાળની ભયાનકતા વચ્ચે ઇન્ટરનેશનલ જીઓ-સાયન્ટિસ્ટોની ટીમે એક એવો ચોંકાવનારો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે જેનાથી ભારત સરકારની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મળતી બિલકુલ સત્તાવાર પાકી સ્થાનીક સાયન્ટિફિક વિગતો મુજબ, કરોડો વર્ષોથી હિમાલયને સાચવીને બેઠેલી ‘ઇન્ડિયન પ્લેટ’ તિબેટની બિલકુલ નીચેથી બે ટુકડામાં આડી ફાટી રહી છે. પ્લેટનો એક હિસ્સો ઉપર તરફ અને બીજો હિસ્સો નીચે મેન્ટલમાં ધસી રહ્યો છે. પ્લેટમાં પડી રહેલી આ કરોડો કિલોમીટર લાંબી તિરાડના કારણે હિમાલયન ક્ષેત્રમાં જમીનની અંદર પ્રચંડ દબાણ પેદા થયું છે. વૈજ્ઞાનિકોએ કડક ચેતવણી આપી છે કે આ સ્થિતિના કારણે રિક્ટર સ્કેલ પર ૮.૦ થી વધુની તીવ્રતાનો મહા-વિનાશક ભૂકંપ ગમે ત્યારે ત્રાટકી શકે છે, જે આખા ઉત્તર ભારતને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ રિપોર્ટ સામે આવતા જ ભૂકંપ સંશોધન કેન્દ્રો ચોંકી ઉઠ્યા છે અને દેશભરમાં ભારે ચકચાર મચી ગઈ છે!
આશરે 6 કરોડ વર્ષ પહેલાં ભારતીય અને યુરેશિયન પ્લેટો વચ્ચે થયેલી ભીષણ અથડામણને કારણે હિમાલય પર્વતમાળા અસ્તિત્વમાં આવી હતી. અત્યાર સુધી વિજ્ઞાનીઓ એવું માનતા હતા કે ભારતીય પ્લેટ એક અખંડ અને મજબૂત સ્લેબની જેમ તિબેટની નીચે સરકી રહી છે અને હિમાલયને ઉપર તરફ ધકેલી રહી છે. પરંતુ નવા ભૂકંપીય (Seismic) ડેટા અનુસાર, આ પ્રક્રિયા ધાર્યા કરતાં વધુ નાટકીય છે. દક્ષિણ તિબેટની નીચે આ પ્લેટ ખંડિત થઈ ગઈ છે. તેના કેટલાક હિસ્સા તેના ઉપરના પોપડા(Crust)થી અલગ થઈને પૃથ્વીના મેન્ટલ(મધ્ય સ્તર)માં ડૂબી રહ્યા છે. જાણે સેન્ડવિચના બે પડ વચ્ચેથી ઉખડી રહ્યા હોય! આને વિજ્ઞાનની ભાષામાં 'ડિલેમિનેશન' કહેવાય છે. ટેક્ટોનિક પ્લેટ્સ આ રીતે વર્તી શકે છે તેની વિજ્ઞાન જગતમાં અગાઉ કોઈ કલ્પના નહોતી.
ભારતીય પ્લેટનો પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ અલગ-અલગ ગતિએ યુરેશિયન પ્લેટ નીચે સરકી રહ્યો છે. આ ખેંચાણને કારણે પ્લેટ મધ્યમાંથી ફાટી રહી છે. ભારતીય પ્લેટ આડી (Horizontally) ફાટી રહી છે (જેમ કે કાગળ વચ્ચેથી ફાટે), નહીં કે ઊભી. વિજ્ઞાનની ભાષામાં આને 'Slab Tearing' (સ્લેબ ટિયરિંગ) કહેવાય છે.
ધારો કે તમે એક મોટો કાગળ ટેબલ પર રાખ્યો છે. હવે તમે તે કાગળના ડાબા (પશ્ચિમ) ભાગને ધીમેથી આગળ ધકેલો છો, પણ તેના જમણા (પૂર્વ) ભાગને કોઈ બહુ ઝડપથી આગળ ખેંચે છે. પરિણામ શું આવશે? કાગળની વચ્ચેથી એક ઊભી તિરાડ પડશે જે આગળ વધશે. ભૂસ્તરશાસ્ત્રમાં આને 'Slab Tearing' કહે છે.
ભારતીય પ્લેટના પશ્ચિમ ભાગ(પાકિસ્તાન/કાશ્મીર તરફનો)ની તિબેટ નીચે સરકવાની ગતિ અલગ છે. જ્યારે તેનો પૂર્વ ભાગ (ભૂતાન/અરુણાચલ/આસામ તરફનો) તિબેટ નીચે અલગ ગતિએ અને વધુ ઊંડાઈએ ખેંચાઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ગતિના તફાવત અને ખેંચાણના કારણે આખી ભારતીય પ્લેટ વચ્ચેથી ચિરાઈ રહી છે. પૂર્વ તરફની પ્લેટનો મોટો ભાગ સપાટીથી અલગ થઈને નીચે મેન્ટલ(મધ્ય સ્તર)માં ડૂબી રહ્યો છે, જેના કારણે પૃથ્વીના પેટાળમાંનો અત્યંત ગરમ લાવા ઉપર આવી રહ્યો છે.
પ્લેટ જમીનની સપાટીને સમાંતર (આડી) ફેલાયેલી છે અને તેમાં તિરાડ પડી રહી હોવાથી વિજ્ઞાનીઓ એને 'આડી' (Horizontal) ફાટ કહે છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
