તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો: લશ્કરના આકાનો આરોપ- 'અજ્ઞાત' હુમલાખોરોએ 30થી વધુ આતંકીઓ ઢાળી દીધા
લશ્કર-એ-તૈયબાના કમાન્ડર રિઝવાન હનીફનો વીડિયો વાયરલ: પેશાવર, કરાચી અને રાવલપિંડી સહિતના શહેરોમાં આતંકી આકાઓનો સફાયો થતાં ભારે ફાફડાટ

નવી દિલ્હી:પાકિસ્તાનની ધરતી પરથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવતા અને રક્ષણ મેળવીને બેઠેલા આતંકી સંગઠનોમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર રિઝવાન હનીફે એક જાહેરસભામાં સનસનીખેજ કબૂલાત કરતા જણાવ્યું છે કે છેલ્લા ૩ થી ૪ વર્ષમાં પાકિસ્તાનના પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલકોટ જેવા શહેરોમાં 'અજ્ઞાત' હુમલાખોરો દ્વારા ૩૦થી પણ વધુ કટ્ટર આતંકવાદીઓ અને કમાન્ડરોની વીણી-વીણીને હત્યા કરવામાં આવી છે. લશ્કરના આકાએ આક્ષેપ કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓના એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને તેમના નેટવર્કનો સફાયો કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે હવે પાકિસ્તાનમાં પણ તેઓ સુરક્ષિત રહ્યા નથી. એક તરફ પાકિસ્તાન સરકાર લશ્કર અને જૈશ જેવા સંગઠનોનું અસ્તિત્વ નકારતી આવી છે, ત્યારે લશ્કરના જ કમાન્ડરની આ કબૂલાતે પાકિસ્તાનની પોલ ઉઘાડી પાડી દીધી છે. મુંબઈ હુમલા, પઠાણકોટ અને પુલવામા જેવા આતંકી હુમલામાં સામેલ માસ્ટરમાઇન્ડ્સ અને ટોચના કમાન્ડરો સતત અજ્ઞાત બંદૂકધારીઓનો ભોગ બની રહ્યા હોવાથી આતંકી સંગઠનોમાં ભારે ભય અને ફાફડાટ વ્યાપી ગયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં લશ્કરના ઓપરેટિવ રિઝવાન હનીફે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ "અજ્ઞાત હુમલાખોર મોડેલ" દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો છે.
રિઝવાન હનીફે પોતાના સંબોધનમાં દાવો કર્યો છે કે લશ્કરના ઓપરેટિવ્સને પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારો સામેલ છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
