તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 4th August 2026
ઈવીમાં લિથિયમની જગ્યાએ સોડિયમ બેટરીનો ઉપયોગ વધારાશે
લિથિયમ આયનની સરખામણીએ સોડિયમ આયન ટેકનોલોજી વધુ સસ્તી: સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ: ઈલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હી:ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે એક મોટો ક્રાંતિકારી બદલાવ આવી રહ્યો છે, જેમાં હવે મોંઘા અને મર્યાદિત લિથિયમના સ્થાને સોડિયમ-આયન બેટરી ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધારવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે લિથિયમની અછત અને તેના ઊંચા ભાવને કારણે ઈવી બનાવતી ઓટોમોબાઈલ કંપનીઓ હવે સોડિયમ આયન બેટરી તરફ વળી રહી છે. સોડિયમ (મીઠું) કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં મળી આવતું હોવાથી આ બેટરીઓનું ઉત્પાદન ખૂબ જ સસ્તું પડશે, જેનાથી ઈલેક્ટ્રિક વાહનોની એકંદર કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત, સોડિયમ બેટરીઓ સુરક્ષાની દ્રષ્ટિએ વધુ શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેમાં આગ લાગવાનું કે ઓવરહીટ થવાનું જોખમ લિથિયમ બેટરી કરતાં ઘણું ઓછું હોય છે. નિષ્ણાતોના મતે, સોડિયમ આયન બેટરીના વ્યાપક ઉપયોગથી ઈવી સેક્ટરને નવી ગતિ મળશે અને સામાન્ય નાગરિકો માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદવું વધુ સરળ અને પરવડે તેવું બનશે.
હાલમાં મોટાભાગની ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ-આયન બેટરી વપરાય છે. લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવી ધાતુઓ મોંઘી છે. તેમની ઉપલબ્ધતા પણ મર્યાદિત છે. તેના કારણે બેટરીનો ખર્ચ વધે છે. બીજી તરફ સોડિયમ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. તેની કિંમત પણ ઓછી છે. આ કારણસર સોડિયમ-આયન બેટરીનું ઉત્પાદન લાંબા ગાળે સસ્તું પડી શકે છે. સોડિયમ-આયન બેટરી ખૂબ ઠંડા વાતાવરણમાં લિથિયમ-આયન બેટરી કરતાં વધુ સારી કામગીરી કરી શકે છે. તેમાં આગ લાગવાનું જોખમ પણ ઓછું હોય છે. તે સલામતીની દ્રષ્ટિએ પણ આશાસ્પદ વિકલ્પ ગણાય છે. પરંતુ સૌથી મોટો પડકાર તેની ઓછી એનર્જી ડેન્સિટી છે. સરખી સાઈઝની લિથિયમ બેટરીની સરખામણીએ સોડિયમ-આયન બેટરીમાં ઓછી એનર્જી સંગ્રહિત થઈ શકે છે. તેના કારણે કારની એક ચાર્જમાં ચાલવાની રેન્જ ઓછી થઈ શકે છે. તેમ છતાં રિસર્ચ ઝડપથી આગળ વધી છે. આ બેટરી એન્ટ્રી લેવલ ઈવીમાં ઉપયોગમાં લેવાઈ શકે છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
