<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

૧૫,૦૦૦ ફુટ ઊંચે હવામાં ઊડતાં-ઊડતાં બનાવ્‍યું ટેટૂ

કારનામાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ન્‍યૂયોર્ક તા.૫: હવે ટેટૂ બનાવવું આમ વાત છે એટલે કોઈ ટેટૂ-આર્ટિસ્‍ટને પોતાના ક્ષેત્રમાં કંઈક નવું કરવું હોય તો શું કરે? અમેરિકાના એક ટેટૂ-આર્ટિસ્‍ટે નવીનતા માટે થઈને સ્‍કાયડાઇવિગ કરતાં-કરતાં ટેટૂ ચીતરવાનો સ્‍ટન્‍ટ કર્યો. આ સ્‍ટન્‍ટ સફળ પણ થયો. અલબત્ત, આ કારનામું કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું. આ પહેલાં પણ ચારેક કલાકારો આ કરી ચૂક્‍યા છે. તાજેતરમાં અમેરિકાના ફન્‍કી મેટસ નામના આર્ટિસ્‍ટે પ્‍લેનમાંથી ૧૫,૦૦૦ ફુટ ઊંચેથી કૂદકો મારીને હવામાં જ ટેટૂ-મશીનથી હાથ પર છૂંદણું બનાવ્‍યું હતું. ટેટૂ માટેનું મશીન હાથમાંથી પડી ન જાય એ માટે મશીનને હાથ પર સેલોટેપથી બાંધી દીધું હતું. તેણે હવામાં હજારો ફુટ ઊંચેથી ૧૨૦ મીટર પ્રતિ કલાકની ઝડપે નીચે પડતી વખતે પોતાના હાથમાં જ્‍ન્‍ળ્‍ લખ્‍યું હતું. ફન્‍કીના શરીર પર ૨૭૩ લોકોની સહી ટેટૂ તરીકે છૂંદેલી છે અને આ માટે તેનું નામ ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં નોંધાઈ ગયું છે.

(10:53 AM IST)