<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ગરબડ મુદ્દે માર્ક ઝુકરબર્ગે માંગી માફ: મેટાએ ભૂલ સ્વીકારી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગ અને પ્લેટફોર્મની ખામીઓ પર મેટાના સીઈઓનું નિવેદન: વાયરલ ફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમ ક્ષતિઓ સુધારવા આપી ખાતરી

નવી દિલ્હી:વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ઝડપથી વધી રહેલા ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ક્ષતિઓને લઈને જાહેરમાં માફી માંગી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવતા બોગસ વીડિયો, ફોટો અને ભ્રામક માહિતી પ્લેટફોર્મ પર વાયરલ થવાના કારણે સર્જાયેલી વિવાદસ્પદ પરિસ્થિતિ અંગે મેટાએ પોતાની ભૂલ સ્વીકારી છે. ઝુકરબર્ગે સ્વીકાર્યું હતું કે અલ્ગોરિધમની ગરબડના કારણે ખોટી માહિતી અને ડીપફેક કન્ટેન્ટને રોકવામાં પ્લેટફોર્મ નિષ્ફળ રહ્યું હતું, જેનાથી વપરાશકર્તાઓ પર નકારાત્મક અસર પડી છે. કંપનીએ યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ સ્પેસને વધુ પારદર્શક બનાવવા માટે એઆઈ ડિટેક્શન ટૂલ્સ અને અલ્ગોરિધમ સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
મળતી માહિતી મુજબ, મેટા પ્લેટફોર્મ્સ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ (CSAM), ડીપફેક ટેકનોલોજીના દુરુપયોગ અને અલ્ગોરિધમ સંચાલનમાં કેટલીક ગંભીર ખામીઓ અને ભૂલો સામે આવી હતી. આ ગરબડ બાદ ઝુકરબર્ગે સ્વીકાર્યું છે કે, કન્ટેન્ટ મોડરેશન અને ડિજિટલ સુરક્ષા જાળવવામાં પ્લેટફોર્મથી ક્ષતિઓ થઈ છે.
માર્ક ઝુકરબર્ગે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અમુક વિવાદિત અને વાંધાજનક વીડિયો હટાવવા, તેમજ કન્ટેન્ટ નિયંત્રણમાં થયેલી ગરબડ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે આશ્વાસન આપ્યું છે કે, કંપની પોતાના યુઝર્સની સુરક્ષા અને ડિજિટલ કન્ટેન્ટની વિશ્વસનીયતા સુધારવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.

 

(6:46 PM IST)