તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વીડિયો ધમાકો: દુબઈ પર હુથી બળવાખોરોનો ત્રાટક્યો કહેર:૨૦ મિનિટમાં ૭ ધડાકાથી આખું આકાશ ધુમાડાથી ઉભરાયું...
યમનના હુથી બળવાખોરોએ દુબઈના મહત્વપૂર્ણ વિસ્તારોને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલ એટેક કર્યાનો દાવો: ભયાનક ધમાકાઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

નવી દિલ્હી:સંયુક્ત અરબ અમીરાત (UAE)ના આર્થિક કેન્દ્ર ગણાતા દુબઈ શહેરમાં પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે એક સનસનાટીભર્યા અહેવાલે વિશ્વભરમાં ચિંતા જગાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, માત્ર ૨૦ મિનિટના ટૂંકા ગાળામાં એકપછી એક ૭ ભયાનક વિસ્ફોટો થતાં સમગ્ર શહેર ધ્રૂજી ઉઠ્યું હતું અને આકાશ કાળા ધુમાડાના ગોટેગોટાથી ઘેરાઈ ગયું હતું. યમનના હુથી બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારતાં દાવો કર્યો છે કે તેમણે દુબઈના સંવેદનશીલ અને આર્થિક રીતે મહત્વપૂર્ણ સ્થાનોને લક્ષ્ય બનાવીને ડ્રોન તથા બેલિસ્ટિક મિસાઈલો વડે આક્રમણ કર્યું હતું. ધમાકાના અવાજ અને ધુમાડાના દ્રશ્યો કેમેરામાં કેદ થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. સંરક્ષણ દળોએ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી મોટાભાગના ખતરાને હવામાં જ નિષ્ક્રિય કરવાનો દાવો કર્યો છે, જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એalert જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
દુબઈમાં ભયંકર વિસ્ફોદ બાદ આકાશ ધુમાડાથી ઉભરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય વાત એ છે કે, આ ઘટનાનો વીડિયો બનાવવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઈરાનની સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે, 20 મિનિટના ઓછા સમયમાં 7 વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જો કે, હજુ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટ કોઈ હુમલાના લીધે થયો છે કે પછી ઈન્ડસ્ટ્રિયલ એક્સિડેન્ટ હતો.
યુએઈની મીડિયાએ આ વિસ્ફોટના કારણની પુષ્ટિ કરી નથી. પરંતુ ઈરાનના સમાચાર આઉટલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યમન તરફથી યુએઈ પર મિસાઈલથી હુમલો કર્યો હતો.
નાસા થર્મલ ઈમેજરી દ્વારા બંદર નજીકના એક વેરહાઉસમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. આ જગ્યા ફ્યૂલ સ્ટોરેજ અને ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતી હતી. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
