તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ગૌમૂત્રની દિવ્ય તાકાતનો વિશ્વભરમાં ડંકો: મહાસત્તા અમેરિકાએ આપી પેટન્ટ: વિજ્ઞાન પણ ચમત્કારી ગુણો જોઈ આશ્ચર્યચકિત
ભારતીય પંચગવ્યનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિજય: ગૌમૂત્રમાં રહેલાં સંજીવની ગુણો અને કેન્સર-વિરોધી તત્વો આગળ મોટો-મોટો પશ્ચિમી દેશો ઝૂક્યા:વૈજ્ઞાનિક જગતમાં ભારે સનસનાટી

નવી દિલ્હી:ભારતીય સનાતન પરંપરા અને ગૌમાતાના મહિમાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક સ્વીકૃતિ મળી છે. પવિત્ર ગૌમૂત્રમાં રહેલા અદ્ભુત અને ઔષધીય ગુણોની તાકાત આગળ વિજ્ઞાન પણ નતમસ્તક થઈ ગયું છે. વિશ્વની સૌથી મોટી મહાસત્તા ગણાતા અમેરિકાએ ગૌમૂત્રના વિશિષ્ટ ઔષધીય ગુણો અને તેની રોગપ્રતિકારક ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને પેટન્ટ એનાયત કરી દીધું છે. એન્ટી-બાયોટિક, એન્ટી-કેન્સર અને અન્ય અસાધ્ય રોગો સામે રક્ષણ આપવાની ગૌમૂત્રની ક્ષમતા અંગે સંશોધન કરનારા અમેરિકી અને વૈશ્વિક વૈજ્ઞાનિકો પણ તેના પરિણામો જોઈને દંગ રહી ગયા છે. ભારતના પ્રાચીન આયુર્વેદિક વિજ્ઞાનની આ ભવ્ય જીત બાદ વૈજ્ઞાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ગૌમૂત્ર આધારિત દવાઓનું મહત્વ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યું છે.
એનસીબીઆઈ (NCBI) પર ઉપલબ્ધ સંશોધન અનુસાર આયુર્વેદમાં ગોમૂત્રને કામધેનુ અર્ક પણ કહેવામાં આવે છે. સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ સંગ્રહ જેવા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં તેના ઔષધીય ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તમામ પ્રાણીઓના મૂત્રમાં ગોમૂત્રને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. આયુર્વેદમાં તેને સંજીવની અને અમૃત જેવી ઉપમા પણ આપવામાં આવી છે.
અમેરિકામાં ગોમૂત્રનું પેટન્ટ ભારતની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા કરાવવામાં આવ્યું છે. વર્ષ 2002 માં યુએસ પેટન્ટ નંબર 64,10,059 અને 68,96,907 ગોમૂત્રના અર્ક (Cow Urine Distillate) માટે આપવામાં આવ્યા હતા. આ પેટન્ટ ગોમૂત્રમાં રહેલા બાયો-એન્હાન્સર, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટી-કેન્સર ગુણો માટે મેળવવામાં આવ્યા છે.
ભારતીય સંશોધકો અને વૈજ્ઞાનિકોને ગોમૂત્રના અર્કમાં બાયો-એન્હાન્સર ગુણો મળ્યા છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે તેને એન્ટીબાયોટિક, એન્ટીમાઇક્રોબિલ અથવા એન્ટી-કેન્સર દવાઓ સાથે મેળવવામાં આવે છે, ત્યારે તે દવાઓની અસરકારકતા શરીરમાં ઘણી ગણી વધી જાય છે અને દર્દીને ઝડપથી રાહત મળે છે. આ જ કારણસર દવામાં તેના મિશ્રણના ઉપયોગ માટે આ પેટન્ટ લેવામાં આવ્યું છે.
સંશોધનો દર્શાવે છે કે ગોમૂત્ર ઝેરી નથી હોતું. તેમાં પાણી, યુરિયા, મિનરલ્સ, ક્ષાર, હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ જેવા તત્વો હોય છે. જ્યારે તેને ડિસ્ટિલેશન પ્રક્રિયા દ્વારા વરાળ બનાવીને શુદ્ધ કરવામાં આવે છે, ત્યારે તમામ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. આ શુદ્ધ કરેલા ભાગને કાઉ યુરિન ડિસ્ટિલેટ કહેવામાં આવે છે, જે સામાન્ય ગોમૂત્ર કરતાં વધુ અસરકારક હોય છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
