તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
યુરોપના દેશ લેટવિયામાં ઘરકામ માટે કલાક મુજબ ભાડેથી પતિ મળે છે
મહિલાઓની સંખ્યા વધુ હોવાથી કેટલીક મહિલાઓને ઘરનાં નાનાં-મોટાં કામ માટે મદદ મળતી નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે હવે કલાકના હિસાબે ‘હસબન્ડ ઓન રેન્ટ' સેવા ઉપલબ્ધ બની

લંડન,તા.૭: યુરોપિયન દેશ લેટવિયામાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં લગભગ ૧૫.૫ ટકા જેટલી વધુ છે. એને કારણે અહીં ષીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મેળવવામાં પણ તકલીફ પડે છે. જોકે અહીંની મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર હોય છે, પરંતુ તેમને ઘરમાં થતાં કેટલાંક કામો માટે પતિની ખોટ સાલે છે. આ એવાં કામો છે જે કોઈ પ્રોફેશનલ સર્વિસ પાસે નથી થતાં. જેમ કે ઘરમાં તૂટેલું ફર્નિચર જોડવાનું હોય, ઇન્ટીરિયરમાં બદલાવ કરવો હોય તો સામાન આમથી તેમ ફેરવવાનો હોય કે પછી નાની-મોટી મરમ્મતનું કામ હોય જે સામાન્ય રીતે પતિઓની જવાબદારી હોય છે. લેટવિયામાં હવે કેટલાંક ઑનલાઇન સર્વિસ પ્લેટફોર્મ્સ શરૂ થયાં છે જે ભાડા પર ઘરનું કામ કરવા માટે હસબન્ડ મોકલે છે. આ કોન્સેપ્ટની શરૂઆત પણ કંઈ આજકાલની નથી. પહેલી વાર ૨૦૨૨માં લોરા યંગ નામની મહિલાએ આડોશપાડોશમાં એકલી રહેતી મહિલાઓને મદદ કરવા માટે પોતાના પતિને ભાડેથી મોકલવાનું શરૂ કર્યું હતું. એમ કરીને તેનો પતિ એક્સ્ટ્રા રૂપિયા પણ કમાવી લાવતો હતો. લોરાએ શરૂ કરેલી આ સર્વિસ હવે વધુ પ્રોફેશનલ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અહીં કલાકના હિસાબે હસબન્ડ રેન્ટ પર મળે છે. આ હસબન્ડ સાથે સંબંધ કે કમિટમેન્ટ જેવી વાત નથી હોતી. માત્ર એ કોઈકનો હસબન્ડ હોય એ જરૂરી રહે છે જેથી તેને એક પરિવારના ઘરમાં શું અને કેવું કામ જરૂરી હોઈ શકે છે એનો અંદાજ હોય
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
