<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

તાઇવાન સરહદે યુદ્ધના કાળા વાદળો વચ્ચે ભારે સનસનાટી: ઓચિંતી ઈમરજન્સી સાયરન વાગતાં જ પ્રમુખ બુલેટ-પ્રૂફ ગાડીમાં બેસી સીધા બંકરમાં ઘૂસી ગયા

ચીન સામે મહાયુદ્ધના મંડાણ? આખા દેશમાં અફરાતફરી અને સન્નાટો: મિસાઈલ હુમલાની આશંકાએ તાઇવાની સેના હાઈએલર્ટ પર: વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી :ચીન અને તાઇવાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવ વચ્ચે અત્યંત ચોંકાવનારા અને ધ્રૂજાવી દેતા અહેવાલ સામે આવ્યા છે. તાઇવાનમાં અચાનક જ કાનના પડદા ફાડી નાખે તેવી ઈમરજન્સી સાયરન વાગવા લાગતાં જ ચારેકોર ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાઇવાનના પ્રમુખ પોતાની બુલેટ-પ્રૂફ હાઈ-સિક્યોરિટી ગાડીમાં સવાર થઈને તાત્કાલિક સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકરોમાં ઘૂસી ગયા હતા. ચીન દ્વારા કોઈપણ ક્ષણે મિસાઈલ કે હવાઈ હુમલો થઈ શકે તેવી દહેશત વચ્ચે તાઇવાનની સેના અને વાયુસેનાને તાત્કાલિક ધોરણે હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવી છે. ઓચિંતા વાગેલા સાયરન અને રાષ્ટ્રપ્રમુખના આ અણધાર્યા મુવમેન્ટથી આખા દેશમાં ભારે દહેશત અને સન્નાટો વ્યાપી ગયો છે, જ્યારે સુપરપાવર દેશો પણ આ ઘટનાક્રમથી સ્તબ્ધ થઈ ગયા છે.
જીનપિંગના જે માયો-ત્સે-તુંગ ન કરી શક્યા તે કરી (તાઇવાનને ગળી જવા) પોતાને એક તરફ માયો કરતાં પણ મહાન દર્શાવવા માગે છે. તો બીજી તરફ હજી પણ વિશ્વની ટોચની મહાસત્તા બની રહેલા અમેરિકાનો પગ ખેંચી તેને પ્રથમ સ્થળેથી ઉતારી ચીનને વિશ્વને પ્રથમ ક્રમાંકના સુપર પાવર તરીકે મુકવા માગે છે. તાઇવાનની ખૂફીયા એજન્સીઓ નો રિપોર્ટ છે કે ચીન ગમે ત્યારે ગમે તે દિવસે તાઇવાન ઉપર એમ્ફીલિયન એટેક કરી ગળી જવા માગે છે તે સાથે તાઇવાનને સંપૂર્ણ સુરક્ષા ગોઠવવી શરૂ કરી દીધી છે. તેણે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળી યુધ્ધાભ્યાસ પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ચીન તેના વિનાશક ફાઇટર જેટસ તાઇવાનની જળસીમા ચોતરફ તેની ફરતા ઘૂમી રહ્યાં છે. તેના ૮ યુધ્ધ જહાજો તાઇવાનને ઘેરી રહ્યા છે. તે સંયોગોમાં ચીનનું ઓચિંતુ આક્રમણ તો શું કરવું તેની પૂર્વ તૈયારી રૂપે અચાનક સાયરનો ગાજી રહે છે. સાયરન વાગતા જ પ્રમુખ લાઇ તે ઝડપભેર બુલેટ પ્રુફ ગાડીમાં બેસી પોતાને માટે બનાવાયેલા બંકરોમાં ઘૂસી ગયા છે. તેમના મંત્રી મંડળના સભ્યો પણ તેમને માટેના ખાસ બંકરોમાં ઘૂસી ગયા છે. પ્રમુખ લાઇ-પિંગ તેઓ કેટલીક તસ્વીરો દર્શાવી છે. તેઓ તાઇવાને હાથ ધરેલી હાન-કુઆંગ વોર એકસરસાઇઝ દર્શાવી છે. જે તેમણે નજીકથી પણ જોઇ પણ હતી. આ વખતે તેમાં ૫૦,૦૦૦ સૈનિકો ભાગ લઇ રહ્યા છે. તે એકસરસાઇઝ જુદા જુદા શહેરો પાસે જુદા જુદા જૂથમાં ચાલી રહી છે. તે પ્રમુખ કમાન્ડ સેન્ટર પર પણ પહોંચ્યા હતા અને યુધ્ધ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

 

(6:06 PM IST)