તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
AI જગતમાં અત્યાર સુધીની સૌથી મોટી ધમાકેદાર ડીલ: માત્ર ૩૫ લોકોની કંપની પર ગૂગલ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનો વરસાદ કરવા તૈયાર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ખળભળાટ: નાનકડી સ્ટાર્ટઅપ કંપનીને ખરીદવા ગૂગલ પાણીની જેમ પૈસા વહાવશે:ટેક માર્કેટમાં સનસનાટી

નવી દિલ્હી :આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વર્ચસ્વ જમાવવાની હોડમાં ટેક જાયન્ટ ગૂગલે એક એવો સનસનાટીભર્યો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેનાથી આખી ટેક દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. માત્ર ૩૫ કર્મચારીઓની ટીમ ધરાવતી એક નાનકડી AI સ્ટાર્ટઅપ કંપનીને પોતાના નામે કરવા માટે ગૂગલ પૂરા ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ($1.5 Billion+) નો મસમોટો વરસાદ કરવા તૈયાર થઈ ગયું છે. AI મોડેલ્સ અને એડવાન્સ્ડ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ કંપનીની અદ્ભુત ક્ષમતા જોઈને ગૂગલે આ આંધળો રૂપિયો વહાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સિલિકોન વેલીથી લઈને ગ્લોબલ આઈટી માર્કેટમાં આ મસમોટી ડીલને લઈને ભારે ચર્ચા અને આશ્ચર્યનો મોજૂ ફેલાઈ ગયો છે. આ ડીલ પૂર્ણ થતાં જ AI માર્કેટમાં ગૂગલનું પલડું વિરોધી કંપનીઓ સામે ભારે મજબૂત થઈ જશે.
AIની દુનિયામાં વર્તમાન સમયમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ક્યારેક નવા મોડલ્સની લડાઈ, તો ક્યારેક AI પાસે કોડિંગ કરાવવાની સ્પર્ધા. હવે સૌથી મોટી લડાઈ એવા AI ટૂલ્સની છે, જે જાતે કોડ લખી શકે, એપ બનાવી શકે, અને સોફ્ટવેર ડેવલપમેન્ટનો મોટો હિસ્સો પોતે જ સંભાળી શકે. આ જ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલ હવે એક નાના AI સ્ટાર્ટઅપ પર મોટો દાવ લગાવવાની તૈયારીમાં છે. આ સ્ટાર્ટઅપ ગયા વર્ષે એટલે કે 2025 માં જ બન્યું હતું.
અહેવાલો મુજબ, Google અમેરિકાના AI કોડિંગ સ્ટાર્ટઅપ Mechanize સાથે 1.5 બિલિયન ડોલર એટલે કે આશરે ₹13,000 કરોડ કરતાં વધુની ડીલ પર વાતચીત કરી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં 2 બિલિયન ડોલરની પણ વાત છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટાર્ટઅપમાં માત્ર 35 જેટલા કર્મચારીઓ છે, છતાં ગૂગલ આટલી મોટી રકમ ખર્ચવા તૈયાર છે.
આ કોઈ સીધું અધિગ્રહણ (Acquisition) નહીં હોય. અહેવાલ મુજબ ગૂગલ સ્ટાર્ટઅપની AI ટેક્નોલોજીનું લાયસન્સ લેવા માંગે છે, અને સાથે જ તેના ઘણા એન્જિનિયરોને Google DeepMindમાં સામેલ કરવા માંગે છે. એટલે કે કંપની માટે સૌથી મોટી બાબત તેની પ્રોડક્ટ નહીં, પરંતુ ત્યાં કામ કરતા AI એક્સપર્ટ્સ છે.
Mechanizeની શરૂઆત 2025માં થઈ હતી. કંપની AI કોડિંગ એજન્ટ પર કામ કરે છે. તેનો હેતુ એવું AI તૈયાર કરવાનો છે, જે મનુષ્યોની જેમ સોફ્ટવેર એન્જિનિયરિંગના ઘણા કામ પોતે કરી શકે. કંપનીના CEO તમય બેસિરોગ્લુ (Tamay Besiroglu) આ પહેલા AI રિસર્ચ સંસ્થા Epoch AI ના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે. સ્ટાર્ટઅપે અત્યાર સુધી આશરે 9.1 મિલિયન (9.1 Million Dollar) નું ફંડિંગ એકત્ર કર્યું છે, અને છેલ્લી ફંડિંગ દરમિયાન તેનું વેલ્યુએશન આશરે 500 મિલિયન ડોલર (500 Million Dollar) આંકવામાં આવ્યું હતું.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
