News of Saturday, 8th August 2026
અમેરિકાના રાજકારણમાં અને ગ્લોબલ ઈકોનોમીમાં ભારે સનસનાટી: ઘરઆંગણે જ આર્થિક મોરચે તોતિંગ દબાણ વધતાં ટ્રમ્પને આખરે ઝૂકવું પડશે: મસમોટી ડીલ કરવાની સર્જાશે ફરજ
વોશિંગ્ટન અને વોલ સ્ટ્રીટમાં મોટો ખળભળાટ: ફુગાવો, મંદીનો ભય અને વ્યાપારી સંકટ વધતાં ટ્રમ્પના આક્રમક વલણની હવા નીકળી: અર્થશાસ્ત્રીઓ અને વૈશ્વિક બજારોની નજર સીધી વ્હાઈટ હાઉસ પર

નવી દિલ્હી :વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા અમેરિકાના રાજકીય અને આર્થિક ગલિયારામાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. પોતાના અણધારી અને આક્રમક નીતિઓ માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પને હવે પોતાના જ દેશમાં આર્થિક મોરચે ચોતરફથી આકરા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં વધી રહેલી મોંઘવારી, શેરબજારની અસ્થિરતા અને સ્થાનિક ઉદ્યોગપતિઓના વધતા આક્રોશને કારણે ટ્રમ્પને પોતાની આકરી શરતો છોડીને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ડીલ કે બાંધછોડ કરવાની ફરજ પડી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રથમ કાર્યકાળમાં અમેરિકાના વિદેશ વિભાગમાં અધિકારી રહી ચૂકેલા ડેવિડ શેન્કરે જણાવ્યું હતું કે વધતું જતું આર્થિક મોરચે વધતું જતું દબાણ ટ્રમ્પને હોર્મુઝના મુદ્દે સમાધાન કરવાની ફરજ પાડી શકે. પછી ભલેને તેની વૈશ્વિક વેપાર પર વિપરીત અસર પડે. આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન લશ્કર પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો છે અને શસ્ત્રોના જથ્થાને લઈને ખોટી માહિતી લીક કરનારાને જેલમાં મોકલવાની ધમકી આપી હતી. જ્યોર્જ બુશના વહીવટીતંત્રમાં કામ કરી ચૂકેલા કોહેને જણાવ્યું હતું કે ટ્રમ્પે વિશ્વના વિજેતા અને પરાજીતોમાં વિભાજીત કરી દીધું છે. હવે તે પોતાની જાતને લૂઝર તરીકે જોઈ શકે તેમ જ નથી. તેમના માટે લૂઝર તરીકેની ઇમેજની સ્થિતિ પણ અસહ્યનીય છે. ટ્રમ્પ સતત જણાવી રહ્યા છે કે હોર્મુઝની ખાડી શિપિંગ માટે ખુલ્લી છે. તેની સાથે તેમણે નિર્દેશ કર્યો હતો કે ઇરાનના બંદરને નૌકાદળે ઘેરાબંધી કરેલી છે. ગયા સપ્તાહમાં ઓછામાં ઓછા માંડ બે જહાજ પર હોર્મુઝમાં હુમલો થયો હતો. જ્યારે કુલ ૮૪ જહાજ પસાર થયા હતા. અગાઉના સપ્તાહે ૪૫ જહાજ પસાર થયા હતા.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
