<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જુવાન રહેવા માટે કરોડો રૂપિયા ખર્ચતા અમેરિકાના આ કરોડપતિએ હવે ગર્લફ્રેન્‍ડના પિરિયડનું બ્‍લડ ફ્રીઝ કરાવ્‍યું

ગર્લફ્રેન્‍ડના પિરિયડ બ્‍લડનું સેમ્‍પલ માઇનસ ૮૦ ડિગ્રી તાપમાને ફ્રીઝ કરાવ્‍યું: તેનો દાવો છે કે આવા સેમ્‍પલથી મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય વિશે મહત્‍વની માહિતી મળી શકે છે

ન્‍યુયોર્ક,તા.૧૦: અમેરિકાના કરોડપતિ બાયોહેકર બ્રાયન જોન્‍સન માપીને ખાય છે, માપીને પાણી પીએ છે, રોજ બ્‍લડ-ટેસ્‍ટ કરે છે અને એ મુજબ જરૂરી સપ્‍લિમેન્‍ટ્‍સ લે છે. તેનો દાવો છે કે એમ કરીને તે પોતાની એજ ઘટાડી રહ્યો છે. જોકે તાજેતરમાં તેણે બીજી પણ એક ચોંકાવનારી વાત કરી છે. તેણે પોતાની ગર્લફ્રેન્‍ડના પિરિયડનું બ્‍લડ માઇનસ ૮૦ ડિગ્રી તાપમાને ફ્રીઝ કરાવ્‍યું છે. તેનું કહેવું છે કે ‘આ માત્ર બ્‍લડ-સેમ્‍પલ નથી, પરંતુ મહિલાઓના સ્‍વાસ્‍થ્‍ય સાથે જોડાયેલાં અનેક રહસ્‍યો ખોલી શકે છે. દરેક વખતે પિરિયડ-બ્‍લડની માત્રા તપાસવાની સાથે-સાથે એનું પરીક્ષણ કરાવવાથી ગર્ભાશયમાં થનારા બદલાવોની આગોતરી જાણ થઈ જાય છે. એમાં કોઈ માઇક્રોપ્‍લાસ્‍ટિક કે અન્‍ય હાનિકારક કેમિકલ્‍સ છે કે કેમ એની તપાસ કરી શકાય છે.'બ્રાયનનો દાવો છે કે દર મહિને આવું સેમ્‍પલ લઈને પરીક્ષણ કરવાથી આવનારી બીમારીનું આગોતરું નિદાન થઈ શકે છે.

(10:40 AM IST)