તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
પલળેલો સ્માર્ટફોન ચોખાના ડબ્બામાં મૂકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા: નિષ્ણાતોએ આપી ગંભીર ચેતવણી:આ ૭ ભૂલો સ્માર્ટફોનને કાયમ માટે કરી દેશે બરબાદ
ઘરેલુ નુસખાથી ફોન સાજો થવાને બદલે થશે કાયમી ડેમેજ: ફોન ભીનો થાય ત્યારે શું કરવું અને શું ન કરવું તે અંગે ટેક નિષ્ણાતોનો મોટો ખુલાસો

નવી દિલ્હી :ચોમાસામાં કે અકસ્માતે સ્માર્ટફોન પાણીમાં પલળી જાય ત્યારે મોટાભાગના લોકો તેને ચોખાના ડબ્બામાં મૂકી દેતા હોય છે. પરંતુ ટેક નિષ્ણાતોના મતે આ પદ્ધતિ ફોન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ચોખાનો ઝીણો લોટ અને કણો ફોનના ચાર્જિંગ પોર્ટ, સ્પીકર અને હેડફોન જેકમાં ઘૂસીને મધરબોર્ડને કાયમ માટે ખરાબ કરી શકે છે.
નિષ્ણાતોએ પલળેલા ફોનને બચાવવા માટે નીચે મુજબની ૭ મોટી ભૂલો ક્યારેય ન કરવાની સલાહ આપી છે:
૧. ચોખાના ડબ્બામાં મૂકવો: ચોખાના ધૂળ-કણો ફોનના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડે છે.
૨. ફોન ચાલુ કરવાની ઉતાવળ કરવી: પાણી અંદર હોવા છતાં ફોન સ્વિચ ઓન કરવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે.
૩. ચાર્જિંગમાં મૂકવો: ભીના ફોનને ચાર્જર સાથે જોડવાથી ફોન કાયમ માટે ડેડ થઈ શકે છે.
૪. હેર ડ્રાયરનો ઉપયોગ કરવો: હેર ડ્રાયરની ગરમ હવાથી ફોનની અંદરના પ્લાસ્ટિક પાર્ટ્સ ઓગળી જાય છે અને પાણી વધુ અંદર ધકેલાય છે.
૫. ફોનને જોરથી હલાવવો: ફોનમાંથી પાણી કાઢવા તેને ઝાટકવાથી પાણી મધરબોર્ડ સુધી પહોંચી જાય છે. ૬. બટનો વારંવાર દબાવવા: બટન દબાવવાથી તેની આસપાસ રહેલું પાણી સરકીને અંદરની ચિપ સુધી પહોંચે છે.
૭. ડાયરેક્ટ તડકામાં મૂકવો: અતિશય સૂર્યપ્રકાશ અને ગરમીથી ફોનની બેટરી અને ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે.
જો ફોન પલળી જાય તો તેને તુરંત સ્વિચ ઓફ કરી, સૂકા કપડાથી લૂછીને સિલિકા જેલ (Silica Gel) પેકેટ્સ સાથે બંધ બોક્સમાં રાખવો અથવા સર્વિસ સેન્ટર પર લઈ જવો સૌથી સલામત ઉપાય છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
