તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભીષણ એંધાણ: અમેરિકાએ ૨૦ યુદ્ધજહાજો તૈનાત કરી હોર્મુઝની સાધન સામગ્રીથી મોટાપાયે ઘેરાબંધી કરી
વૈશ્વિક તેલ પુરવઠાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ પર ભારે તનાવ: અમેરિકી નૌકાદળની આક્રમક ચાલથી ક્ષેત્રમાં યુદ્ધનું જોખમ વધ્યું: ક્રૂડ ઓઈલના ભાવ ઉછળવાની ભીતિ

નવી દિલ્હી :મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ભારે રાજકીય અને સૈન્ય તનાવ વચ્ચે અમેરિકાએ એક અત્યંત આક્રમક અને મોટો સૈન્ય દાવ ખેલ્યો છે. અમેરિકાએ પોતાના ૨૦ જેટલા ઘાતક યુદ્ધજહાજો (Warships) તૈનાત કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) નામના અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગની મોટાપાયે ઘેરાબંધી કરી દીધી છે.
સેન્ટકોમ મુજબ અમેરિકન નૌકાદળના વિધ્વંસક યુએસએસ રોસ પર સવાર ખલાસીઓ પણ આ વિસ્તારમાં ગોઠવાયેલા દળોનો હિસ્સો છે. કમાન્ડે જણાવ્યું હતું કે આ યુદ્ધજહાજ લશ્કરી મિશનોનું સમર્થન કરી રહ્યા છે. તેમા ઇરાન સામે અમેરિકાની ઘેરાબંધી વધુ ચુસ્ત રીતે કરવાનો સમાવેશ થાય છે. અમેરિકન લશ્કરી કમાન્ડે જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ સુધી સેંટકોમે ૫૫ વેપારી જહાજોને બીજા માર્ગ તરફ વાળી દીધા છે. બે જહાજને રોક્યા છે અને બાકીના બેને રોકીને તેની પાસેથી નિયમપાલન સુનિશ્ચિત કરાવ્યું છે. આ ગોઠવણી તેવા સમયે થઈ છે જ્યારે ઇરાન અને ઓમાન એક સમજૂતી નજીક પહોંચી ગયા છે. તેમા હોર્મુઝમાંથી પસાર થતી નવી શિપિંગ લેન બની શકે છે. ઇરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ પર ઓમાન સાથે સમજૂતી અંતિમ તબક્કામાં છે. જો કે ઇરાને સ્પષ્ટ કરી દીધું છે કે હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવી ત અમેરિકા ઇરાનની માંગોને પૂરી કરે તેના પર નિર્ભર રહેશે. ઇરાનને અમેરિકન હુમલામાં થયેલા નુકસાનનું વળતર, પ્રતિબંધો અને લશ્કરી ધમકીઓ આપવાનું ખતમ કરવું અને ખાડીમાં અમેરિકન લશ્કરની ઘેરાબધી ખતમ કરવાનો સમાવશ થાય છે.
તેની સામે અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાની કોઈપણ કાર્યવાહી ઇરાન પોતે આપેલું વચન પાળે તે સાથે જોડાયેલી હશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઇરાન વચ્ચે સીધી વાતચીત થઈ રહી નથી, મધ્યસ્થીઓની મદદથી વાતચીત થઈ રહી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
