<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મેટાનો મોટો ધમાકો: AI હવે સીધું તમારા લેપટોપમાં જ ચાલશે:કંપનીએ લોન્ચ કર્યું શક્તિશાળી 'Muse Glimmer'

ઈન્ટરનેટ અને ક્લાઉડ વગર સ્થાનિક સ્તરે જ કામ કરશે નવું AI: યુઝર્સના ડેટાની પ્રાઈવસી જળવાશે અને પ્રોસેસિંગ સ્પીડમાં થશે બમણો વધારો

નવી દિલ્હી :આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ટેક જાયન્ટ મેટા (Meta) એ એક મોટો અને ક્રાંતિકારી ધમાકો કર્યો છે. મેટાએ પોતાનું નવું AI મોડલ 'Muse Glimmer' લોન્ચ કર્યું છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આ AI પ્રોસેસિંગ માટે કોઈ ભારે ક્લાઉડ સર્વર કે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પર નિર્ભર રહેવું નહીં પડે, પરંતુ તે સીધું જ તમારા લેપટોપ અને પર્સનલ કોમ્પ્યુટરમાં લોકલ લેવલે કામ કરશે.

મ્યૂસ ગ્લિમર આશરે ૩૦ અબજ પેરામીટર્સ ધરાવતું કોમ્પેક્ટ એઆઈ મોડલ છે. તેને મોટા મ્યૂસ સ્પાર્ક મોડલમાંથી ડિસ્ટીલેશન ટેકનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનો હેતુ માત્ર સવાલોના જવાબ પૂરતો નથી. પરંતુ, કોડિંગ, પ્લાનિંગ, રીઝનિંગ અને વિવિધ એઆઈ એજન્ટના કામ કરવામાં મદદ કરવાનો છે. તે લોકલ ડિવાઇઝ પર ચાલી શકે. એટલે દરેક કામ માટે એઆઈને ક્લાઉડ અથવા મોટા ડેટા સેન્ટર્સ પર મોકલવાની જરૂરિયાત ઘટી શકે છે. તેના કારણે લેટન્સી, ખર્ચ અને કેટલાક પ્રાઈવસી સંબંધિત પ્રશ્નોમાં ફાયદો થઈ શકે છે. આ લોન્ચિંગ સાથે કંપનીએ ઓપન-વેઈટ મોડલની રણનીતિ અપનાવી છે. મ્યૂસ સ્પાર્ક ૧.૨ પણ ઓપન-વેઈટ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(5:46 PM IST)