તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
બ્રિટનની રોયલ નેવીમાં ચીનની મોટો વિવાદ: યુદ્ધજહાજો પર વપરાતા ડ્રોન ગુપ્ત ડેટા અને સિગ્નલ સીધા ચીન મોકલતા હોવાનો પર્દાફાશ
બ્રિટિશ સંરક્ષણ ક્ષેત્રે મચી ગયો ખળભળાટ: રોયલ નેવીની જાસૂસી થતી હોવાના સનસનાટીભર્યા અહેવાલથી સુરક્ષા એજન્સીઓ સતર્ક: ચાઇનીઝ ડ્રોન અને ટેકનોલોજી પર તાત્કાલિક પ્રતિબંધ

નવી દિલ્હી :બ્રિટનની રોયલ નેવી (Royal Navy) ની સુરક્ષામાં ચીનની મોટો સેંધ અને જાસૂસી ઘૂસણખોરીનો અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે. બ્રિટિશ નૌકાદળના યુદ્ધજહાજો પર વપરાતા ડ્રોન સિસ્ટમ્સ દ્વારા સંવેદનશીલ ડેટા અને ગુપ્ત સિગ્નલ સીધા ચીન મોકલવામાં આવી રહ્યા હોવાનું સામે આવતાં જ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.
બ્રિટિશ ડિફેન્સ કોન્ટ્રાક્ટર ક્રેકેન ટેકનોલોજી ગુ્રપ તરફથી નૌકાદળને સપ્લાય કરવામાં આવેલા ડ્રોન્સનો ઉપયોગ બ્રિટિશ રોયલ નેવી માર્ચથી કરી રહ્યુ હતુ. અત્યંત સંવેદનશીલ લશ્કરી બેઠકો અને સ્પેશ્યલ ફોર્સીઝ ટ્રેનિંગ એરીયાની આસપાસ આ ડ્રોન્સ ગોઠવવામાં આવ્યા હોવાના લીધે ડેટા લીક થવાની ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં જોવા મળ્યું છે કે ડ્રોન્સમાં લાગેલા થર્ડ પાર્ટી કેમેરાના કેટલાક હિસ્સા ચીનમાં બનીને આવ્યા હતા. આ કેમેરા ચીન સ્થિત સર્વર આઇપી- એડ્રેસ પર સતત હાર્ટબીટ સિગ્નલ મોકલતા હતા. હાર્ટબીટ સિગ્નલ એવું ડિજિટલ સિગ્નલ હોય છે જે કોઈ ડિવાઇસ ઓનલાઇન હોવાની સ્થિતિમાં તેના લોકેશન અને તે ચાલુ સ્થિતિમાં હોવાની જાણકારી સતત કંટ્રોલ રૂમના સર્વરને મોકલતું રહે છે. અહેવાલ મુજબ ચિંતાની વાત એ છે કે ડ્રોન સંપૂર્ણપણે બંધ થયા પછી પણ આ કેમેરા એક્ટિવ રહેતા હતા. આ બધુ જાહેર થવાના પગલે બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે ડ્રોન્સમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હટાવી દીધી. લગભગ ૧.૨ કરોડ પાઉન્ડવાળા આ ડ્રોનને લઈને સલામતીના સવાલો ઉઠતા બ્રિટિશ સંરક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે. આ ડ્રોનના લીધે સ્પેશ્યલ ફોર્સીસના ચહેરા અને ટ્રેનિંગની પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ થવાનો ભય છે. બાલ્ટિક સાગરમાં નાટોની સુરક્ષામાં પણ આ ડ્રોનનો ઉપયોગ થયો છે. અમેરિકાના સ્પેશ્યલ ફોર્સીસ કમાન્ડે પણ કે-થ્રી સ્કાઉટ મોડેલ ડ્રોન ખરીદ્યા છે. શેડો સિક્યોરિટી મિનિસ્ટર એલિસા કર્ન્સે આ અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જ્યારે ચીનમાં બનેલા સ્પેરપાર્ટ્સવાળા કેમેરા આપણા સ્પેશ્યલ ફોર્સીસના ચહેરા, તેમની તાલીમ અને ઓપરેશન્સને રેકોર્ડ કરી રહ્યા છે તો આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ. આપણે તે વાતને લઈને ગુસ્સે થવું જોઈએ કે આપણે અત્યાર સુધી ચીની ભયને લઈને જાગ્યા કેમ નહીં.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
