હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સામે યુદ્ધના ખપ્પરમાં હોમાતા અમેરિકા માટે નવું ટેન્શન: યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ના સૈનિકો ભારે હતાશ: આત્મહત્યાના પ્રયાસના સનસનાટીભર્યા દાવાથી ખળભળાટ
મધ્ય પૂર્વના સમુદરમાં પરમાણુ સંકટ વચ્ચે સુપરપાવર યુએસએની લશ્કરી છાવણીમાં મોટું ગાબડું: સતત તણાવ અને યુદ્ધના ખોફથી અમેરિકી નૌકાદળના જવાનો માનસિક રીતે ભાંગી પડ્યા:વોશિંગ્ટન સુધી દોડધામ

નવી દિલ્હી :મધ્ય પૂર્વ (Middle East) માં ઈરાન સાથે વધી રહેલા ભયાનક યુદ્ધના તણાવ વચ્ચે વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકા માટે અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઈરાનને ઘેરવા માટે અરબી સમુદરમાં તેનાત કરવામાં આવેલા અમેરિકાના વિશાળકાય વિમાનવાહક યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ (USS Abraham Lincoln) પર તૈનાત અમેરિકી સૈનિકો ભારે હતાશા (Depression) અને અસહ્ય માનસિક તણાવનો ભોગ બન્યા છે. એટલું જ નહીં, જહાજ પરના કેટલાક જવાનોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાના સનસનાટીભર્યા દાવા બહાર આવતાં પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પર આશરે 5,000 ખલાસીઓ અને મરીન સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ 21 નવેમ્બર, 2025ના રોજ સાન ડિએગોથી પેસિફિક ડિપ્લોયમેન્ટ માટે રવાના થયું હતું, પરંતુ ઈરાન સામેની લશ્કરી કામગીરી માટે તેને મધ્ય-પૂર્વ તરફ વાળી દેવામાં આવ્યું હતું. આ જહાજ પર રહેતા સૈનિકો અત્યાર સુધીમાં સતત 250 દિવસ સમુદ્રમાં વિતાવી ચૂક્યા છે. આ આખી તૈનાતી દરમિયાન જહાજ માત્ર બે જ વાર રોકાયું છે. ડિસેમ્બરમાં ગુઆમમાં અને જુલાઈમાં ઓમાનમાં, મૂળ યોજના મુજબ આ જહાજ મે મહિનામાં પરત ફરવાનું હતું, પરંતુ કામગીરી વધારવાને કારણે તેમની ઘર વાપસી અટકાવી દેવાઈ છે.
જહાજ પર રહેલા ખલાસીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, માનસિક થાક અને હતાશાને કારણે કેટલાક ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં એક સૈનિકને તેના સાથીએ કૂદતા બચાવી લીધો હતો. દરમિયાન અમેરિકાના સાન ડિએગોમાં સૈનિકોના 200 જેટલાં પરિવારજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પરિવારોએ અધિકારીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
