હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફ્રાન્સમાં હાહાકાર: જેલીફિશના ભયાનક હુમલાથી ૩-૩ ન્યૂક્લિયર રિએક્ટર ઠપ: રાતોરાત ઈમરજન્સી પાવર કટ
સમુદ્રમાંથી આવેલી આફતે સુપરપાવર ફ્રાન્સને થરથરાવ્યું: એટોમિક પાવર પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમમાં કરોડો જેલીફિશ ઘૂસી જતાં વીજઉત્પાદન ઠપ્પ: વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

નવી દિલ્હી :વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મોખરે ગણાતા ફ્રાન્સમાંથી એક અત્યંત અજીબોગરીબ અને આંચકાજનક ઘટના સામે આવી છે. ફ્રાન્સના વિશાળ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર સમુદ્રમાંથી કરોડોની સંખ્યામાં આવેલી જેલીફિશ (Jellyfish) ના ઝુંડે એવો હુમલો કર્યો કે પ્લાન્ટના ૩-૩ પરમાણુ રિએક્ટર (Nuclear Reactors) ને રાતોરાત ઇમરજન્સીમાં બંધ કરી દેવાની ફરજ પડી છે. આ અણધારી આફતને કારણે ફ્રાન્સના પાવર ગ્રીડમાં મોટું સંકટ ઊભું થયું છે.
ગ્રેવલાઇન્સ એ ફ્રાન્સના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સમાંનો એક ગણાય છે. આ પ્લાન્ટમાં કુલ 6 રિએક્ટર છે અને દરેક રિએક્ટર આશરે 900 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે સમગ્ર પ્લાન્ટની કુલ ક્ષમતા 5.4 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે. હાલમાં:
ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રિએક્ટરને સતત ઠંડા રાખવા માટે વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ગ્રેવલાઇન્સ પ્લાન્ટ માટે આ પાણી નોર્થ સી સાથે જોડાયેલી એક કેનાલમાંથી ખેંચવામાં આવે છે. દરિયામાંથી જેલીફિશનું એક વિશાળ ઝુંડ આ પાણી લાવવાના માર્ગ સુધી પહોંચી ગયું હતું. જો આટલી મોટી સંખ્યામાં જેલીફિશ પ્લાન્ટના વોટર ફિલ્ટરમાં ફસાઈ જાય તો પાણીનો પુરવઠો સંપૂર્ણપણે રોકાઈ જવાનો અને પ્લાન્ટ ઓવરહીટ થવાનો ભય રહે છે. આથી પ્લાન્ટની સુરક્ષા જાળવવા માટે રિએક્ટરોને બંધ કરી દેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ જેલીફિશના કારણે આવી જ સમસ્યા સર્જાઈ હતી અને આખો પ્લાન્ટ ઠપ્પ થઈ ગયો હતો. તે ઘટના બાદ EDF દ્વારા દેખરેખ અને ક્ષમતા મજબૂત કરવામાં આવી હતી. પાણી આવવાના મુખ્ય માર્ગ અને ફિલ્ટર્સ પર વિશેષ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ જ કેમેરાની મદદથી આ વખતે જેલીફિશના ઝુંડને સમયસર ટ્રેક કરી શકાયું હતું અને ત્વરિત કાર્યવાહી શક્ય બની હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
