તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
ઈઝરાયેલની મોટો ખેલ: ટ્રમ્પને ઈરાનના ભયાનક હુમલાનો ડર બતાવી મધ્ય પૂર્વ શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી દીધી
વૈશ્વિક કટનીતિમાં સનસનાટી: નેતન્યાહુ સરકારે ડ્યુઅલ ગેમ રમીને શાંતિ સમૂળગી રોકી દીધી: ઈરાન દ્વારા પરમાણુ કે મિસાઈલ એટેકના હુમલાની ભીતિ બતાવી યુએસ પ્રમુખને ગુમરાહ કર્યાનો ધડાકો

નવી દિલ્હી :મધ્ય પૂર્વ (Middle East) માં ચાલતા ભયાનક યુદ્ધ અને અશાંતિ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો કૂટનીતિક પર્દાફાશ થયો છે. ઈઝરાયેલે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન દ્વારા થનારા સંભવિત વિનાશક હુમલાનો ભય બતાવીને સમગ્ર મધ્ય પૂર્વમાં થનારી શાંતિમંત્રણાને સીધી પાટા પરથી ઉતારી દીધી હોવાનો સનસનાટીભર્યો રિપોર્ટ સામે આવ્યો છે.
અહેવાલ મુજબ સીઆઈએના નિષ્ણાતોને આ જાસૂસી જાણકારી વિશ્વસનીય ન લાગી અને ટ્રમ્પ તંત્રને આ શંકાની જાણકારી આપી. એક અમેરિકન અધિકારીએ તો આ રિપોર્ટને ઇઝરાયેલથી મળેલો, અમેરિકા પાસેથી મળેલો નહીં તથા ઓછો વિશ્વસનીય ગણાવ્યો છે. અમેરિકાના જાસૂસી અધિકારીઓનું માનવું છે કે ઇઝરાયેલની ચેતવણી ફક્ત જાણકારી પૂરી પાડવા પૂરતી જ સીમિત ન હતી, તેના બદલે તે ટ્રમ્પના નિર્ણયો અને આ વિસ્તારમાં અમેરિકાની નીતિઓને અસર કરનારી હતી. એક પૂર્વ અધિકારીએ તો ઇઝરાયેલની આ જાસૂસી જાણકારીને મોટી પેટર્નનો હિસ્સો ગણાવી. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ંઇઝરાયેલ ટ્રમ્પને ઇરાન સામે મોટી કાર્યવાહી કરવા પ્રેરિત કરવા ઇચ્છતા હતા. બીજી બાજુ તુર્કીના અધિકારી માને છે કે આ રિપોર્ટ ઇરાન સાથે ટ્રમ્પની મંત્રણાને પાટા પરથી ઉતારવા અને તુર્કી અમેરિકા પાસેથી એફ-૩૫ વિમાન ન ખરીદી શકે તે હેતુથી તૈયાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ ઇરાનને તેના માટે સૌથી મોટો ખતરો માને છે. જ્યારે તુર્કીને તે મધ્યમથી દીર્ઘકાલીન ખતરો માને છે. તેથી તે વોશિંગ્ટન અને અંકારા વચ્ચે વધતા સંબંધોથી ચિંતિત છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના આ રિપોર્ટના લીધે જ ટ્રમ્પે તુર્કીમાંથી ટ્રકમાં બેસી ભાગવું પડયું હતું. ઇરાન સમર્થિત હુથી દળો અને યમનના સરકારી દળો વચ્ચેના સંઘર્ષમાં યમનના એક સૈનિકનું મોત થયું છે. તેના પગલે હુથી અને સરકારી દળો વચ્ચે યુદ્ધની ચિનગારી પેટાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે, જે ગમે ત્યારે ભડકો બની શકે છે. હુથીઓએ છેલ્લા સપ્તાહમાં કરેલા હુમલામાં યમનના કેટલાય ડઝન સૈનિકો માર્યા ગયા છે. યમનના સેન્ટ્રલ પ્રોવિન્સ મારીબના કેટલાક આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે યમનના લશ્કરે પણ હુથીઓ પર હુમલો કર્યો છે. હુથીઓએ પણ સરકારી દળો પર હુમલા કર્યા છે. આના પગલે મધ્યપૂર્વ ફરીથી ભડકે બળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
