<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

બાંગ્લાદેશમાં ભયાનક વીજ કટોકટી: ઘોર અંધકારમાં ડૂબેલા પાડોશી દેશે ભારત પાસે ઇમરજન્સી વીજળી માગી

ઈંધણની તંગી અને પાવર પ્લાન્ટ્સ ઠપ્પ થતાં સ્થિતિ વણસી: આર્થિક સંકટ વચ્ચે વીજળી માટે ભારત સમક્ષ હાથ લંબાવ્યો: ભારતીય ગ્રિડમાંથી વધારાનો પાવર સપ્લાય આપવા અપીલ

નવી દિલ્હી :આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલું બાંગ્લાદેશ હવે અભૂતપૂર્વ અને ભયાનક વીજ કટોકટી (Power Crisis) ની લપેટમાં આવી ગયું છે. દેશના મોટા ભાગના વિસ્તારો કલાકો સુધી ઘોર અંધકારમાં ડૂબેલા રહેતાં જનજીવન અને ઉદ્યોગો પૂરા ઠપ્પ થઈ ગયા છે. આ ભયાનક ઉર્જા સંકટમાંથી ઉગરવા માટે આખરે બાંગ્લાદેશે પાડોશી દેશ ભારત સમક્ષ હાથ લંબાવીને તાત્કાલિક ધોરણે વધારાની વીજળી પૂરી પાડવાની કરુણ અપીલ કરી છે.
બાંગ્લાદેશની વીજ-જરૂરિયાત ૧૮૦૦૦ મેગાવોટની છે. તે સામે તે અત્યારે માત્ર ૧૩૦૦૦ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે છે. છેલ્લાં કેટલાયે દિવસોથી બાંગ્લાદેશ લોડ-શેડીંગ કરી રહ્યું છે. તેથી હતાશ થયેલા નાગરિકો, વીજ ઉત્પાદન કેન્દ્રો (પાવર-હાઉસ) ઉપર હુમલા કરી રહ્યાં છે. આથી બાંગ્લાદેશ વિદ્યુત એસોસિએશનને પોલીસની સહાય લેવી પડી છે. પાવર ઇન્સ્ટોલેશનનાં રક્ષણ માટે પોલીસ બોલાવવી પડી છે. જનતાનો આક્રોશ એટલો બધો વધી ગયો છે કે સિંદપુર, નીલકુમારી અને કુશીયામાં તો લોકો લૂંટફાટ અને આગજની ઉપર ઉતરી પડયા છે. કેટલાંક વિસ્તારોમાં પાવર ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ અને અધિકારીઓને લોકોએ મારવા લીધા હતા. બાંગ્લાદેશની વીજ કટોકટીના મૂળમાં ડીઝલની અછત છે. તેનાં વિદ્યુત મથકો પૈકી મોટા ભાગનાં ડીઝલથી જ ચાલે છે. તેથી તેણે ભારત પાસે ડીઝલની પણ માગણી કરતાં ભારતે ડીઝલ પહોંચાડવું શરૂ કરી દીધું છે.

 

(5:48 PM IST)