<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

જીઓ-પોલિટિક્સનો સૌથી જૂનો વિવાદ: જાપાન અને રશિયા વચ્ચે 'કુરિલ ટાપુઓ' (Kuril Islands) અંગે ૮૧ વર્ષથી ચાલતી ટસલ

બીજા વિશ્વયુદ્ધ (WWII)થી શરૂ થયેલી તકરાર હજુ પણ અકબંધ: દક્ષિણી કુરિલના ૪ ટાપુઓ પર રશિયાનો કબ્જો: જાપાન જેને ગણાવે છે પોતાના ‘ઉત્તરીય પ્રદેશો’

નવી દિલ્હી :જાપાનના ઉત્તરે આવેલા અને પ્રશાંત મહાસાગરને ઓખોત્સ્ક સમુદ્રથી અલગ કરતા કુરિલ દ્વીપસમૂહ (Kuril Islands) અંગે રશિયા અને જાપાન વચ્ચે છેલ્લા ૮૧ વર્ષથી (૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધના અંત સમયથી) અત્યંત ગંભીર પ્રાદેશિક વિવાદ ચાલી રહ્યો છે. આ કડવાશ અને સીમા વિવાદના કારણે જ બીજા વિશ્વયુદ્ધને આટલા દાયકાઓ વીતી ગયા હોવા છતાં, આજે પણ રશિયા અને જાપાન વચ્ચે વિધિવત શાંતિ કરાર (Peace Treaty) થઈ શક્યા નથી!
કુરિબ-દ્વિપ સમુહ જતાં પૂર્વે પુતિન સલખાલિન ટાપુ ઉપર ગયા હતા. આ પૂર્વના વિસ્તારમાં રશિયન પ્રમુખ પુતિન પહેલી જ વાર મુલાકાતે પહોંચ્યા છે. અહીં રશિયાનું મહત્વનું નૌકા મથક છે. તે રશિયાની પૂર્વ સીમાને સુરક્ષિત રાખવા સ્થપાયું છે.
વાસ્તવમાં ૨૦૨૨માં રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલા પછી જાપાન-રશિયા સંબંધો બગડી જ ગયા છે. બીજી તરફ રશિયાના ઉત્તર કોરિયા અને ચીન સાથેના સંબંધો વધુ મજબુત થયા છે.
ન્યુઝ એજન્સી એએફપી જણાવે છે કે જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે નોર્ધન- ટેરીટરીઝ ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય કાનુન તેમ બંને રીતે જાપાનનો જ ભાગ છે. તેથી પુતિનની તે મુલાકાતનો અમે સખત વિરોધ કરીએ છીએ.
દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન ૮મી ઓગસ્ટે સોવિયેત સંઘે જાપાન વિરુદ્ધ યુધ્ધ જાહેર કર્યું ત્યારે હીરોશિમા પર એટમબોંબ ફેંકાઈ ગયો હતો તે પછી છ દિવસે જાપાને શરણાગતિ સ્વીકારતાં યુધ્ધ બંધ થયું હતું પરંતુ ત્યારથી રશિયાનો તે દ્વીપ સમુહ ઉપર કબજો છે.

(5:49 PM IST)